સૂકી કચોરીની વાત આવે એટલે જામનગરની સૂકી કચોરી યાદ આવે. જેનો ટેસ્ટ અલગજ હોય છે.
દિવાળી પર બજારમાં મોટા પ્રમાણમાં જોવા મળશે. આજે ગુજરાતી જાગરણ તમને સૂકી કચોરીની રેસિપી જણાવશે.
મેંદો, તેલ, ચવાણું , ખજૂર-આમલીની ચટણી, હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, ધાણાજીરું પાઉડર, વરિયાળી, ખસખસ, કાજુ, કિસમિસ, બદામ, દળેલી ખાંડ, મીઠું.
સૌ પ્રથમ ચવાણાને મિક્સરમા નાખીને એકદમ બારીક ભૂકો કરી લો.
હવે એક પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં ચવાણું અને બધા જ ડ્રાયફ્રુટ મસાલા ઉમેરી બરાબર મિક્સ કરી શેકી લો.
હવે આ મિશ્રણમાં દળેલી ખાંડ, મીઠું અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરો. હવે એક વાસણમાં મેંદો, મીઠું અને જરૂર પ્રમાણેનું તેલ ઉમેરી એકદમ કડક લોટ બાંધી લો.
હવે તૈયાર કરેલ મિશ્રણમાંથી થોડો થોડો મસાલો ભરીને કચોરી બનાવી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં કચોરી તળી લો.
તૈયાર છે સૂકી કચોરી, તમે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.