આદુ લસણ આપણે લગભગ બધા શાક બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છે. આદુની લસણની પેસ્ટ શાકમાં વધુ સ્વાદ ઉમેરે છે. જો તમે આદુ લસણને લાંબા સમય સુધી તાજા રાખવા માંગતા હોવ તો તે માટે આ કેટલીક ટ્રીકસ્ને અપનાવી શકો છો. આવો જાણીએ
ઘણીવાર ભેજ લાગવાને લીધે આદું બગડી જાય છે આનાથી બચવા માટે તમે આદુની છાલ ઉતારી એર ટાઈટ બેગમાં સ્ટોર કરી તેને ફ્રીજમાં રાખી લો
જો આદુને તમારે છોલ્યા વગર વાપરવા હોય તો તમે એને પ્લાસ્ટીકની બેગમાં સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો
સમારેલા આદુને સાચવાવા માટે તમે એરટાઈટ બરણીનો ઉપયોગ કરી શકો છો. આનાથી આદુ બે મહીના સુધી બગડશે નહી
લસણને પણ લાંબા સમય સુધી સ્ટોર રાખી શકાય છે આ માટે તેને કોઈ કનટેનરમાં અથવા ફ્રીજમા ન મુકી સુર્યપ્રકાશથી દૂર ખૂલ્લામાં સ્ટોર કરો, આમ તે 6 મહિના સુધી સ્ટોર કરી શકો છો
જો તમે વધુ લસણ ફોલી નાખ્યા હોય અને તેને ઉપયોગમા લેવાના ન હોય તો તેને એર ટાઈટ કન્ટેનરમાં રાખી ફ્રીજમાં મૂકી દો