જો ખાવામાં મરચાંની માત્રા વધુ હોય તો આ રીતે તેને બેલેન્સ કરો


By Smith Taral06, Aug 2024 01:33 PMgujaratijagran.com

ઘણી વાર કોઈ કારણોસાર શાકમાં મરચું વધુ પડી જાય છે અને આપણે ટેન્શનમાં આવી જઈએ છે કે શાક હવે વેડફાઈ જશે. પરંતુ આ પ્રોબ્લેમનો તમે સરળ ઉપાય કરી શકો છો જે તમારા શાકનો સ્વાદ બરાબર કરી દેશે. આવો જાણીએ વધુમાં

ટામેટા

ટામેટાને સમારીને તેને તેલમાં ફાય કરી પેસ્ટ બનાવી તેમા શાક ઉમેરી દો, આમ કરવાથી શાકની વધી પડતી તીખાશ ઓછી કરી શકાય છે

દેશી ઘી

દેશી ઘી તીખાશ ઓછી કરવા સૌથી કારઘર ઉપાય છે જો દાળ કે શાકમાં વધુ મરચું પડી ગયું હોય તો દેશી ઉમેરીને તેને બેેલેન્સ કરી શકાય છે

મલાઈ

આપણે દુધમાંથી મલાઈ અલગ કરીને સ્ટોર કરતા હોઈએ છે, આ મલાઈને તીખાશ ઓછી કરવા ઉપયોગમાં લઈ શકાય છે

મેદો

જ્યારે વધું મરચું પડી ગયુ હોય તો તમે એક બે ચમચી મેદો નાખીને સ્વાદ બેલેન્સ કરી શકો છો. શાકમાં વધુ પાણી પડી ગયું હોય ત્યારે તમે મેદો નાખીને તેને બરાબર કરી શકો છો

એક મહીના સુધી કાચુ આમળું ખાવાથી શું થાય છે જાણો