High Cholesterol Level: હાઈ કૉલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા આ રીતે ખાવ દહીં


By Sanket M Parekh07, Mar 2025 04:29 PMgujaratijagran.com

કૉલેસ્ટ્રોલ

જો શરીરમાં બેડ કૉલેસ્ટ્રોલ વધવા લાગે, તો નસોમાં બ્લૉકેજ થવા લાગે છે. જેના પરિણામે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે, જે આગળ જતાં હાર્ટ સબંધિત બીમારીનું કારણ બની શકે છે.

દહી ખાવ

બેડ કૉલેસ્ટ્રોલની સમયસર સારવાર ના કરવામાં આવે, તો હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. એવામાં એવા ફૂડ્સને ખાવા જરૂરી છે, જે કૉલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવામાં મદદ કરી શકે. આવી જ એક વસ્તુ છે દહી..

એક વાટકી દહી

હકીકતમાં દહીમાં રહેલ વિટામિન C ટ્રાઈગ્લિસરાઈડ્સ, ફાસ્ટિંગ ગ્લુકોઝ, ઈસ્યૂલિન અને બ્લડ પ્રેશરને ઓછું કરવામાં મદદ કરે છે, જેના પરિણામે કૉલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે. એવામાં દરરોજ બપોરે એક વાટકી દહીમાં સામાન્ય મીઠું ઉમેરીને ખાવાથી ફાયદો થાય છે.

પાચન સુધારે

દહીમાં પ્રોબાયોટિક હોય છે, જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. જે ગેસ, કબજિયાત, પેટમાં ચૂંક અને અપચા જેવી સમસ્યામાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે.

ઈમ્યુનિટી બૂસ્ટર

દહીમાં રહેલ પ્રોબાયોટિક્સ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. ઈમ્યૂનિટી બૂસ્ટ થતાં વ્યક્તિના શરીરને સિઝનલ બીમારી જેવી કે, શરદી, ઉધરસ અને તાવ સામે લડવાની શક્તિ મળે છે.

વજન ઉતારે

દહીમાં કેલેરી ઓછી હોય છે, જે પ્રોટીનનો સારો સોર્સ મનાય છે. દહીના કારણે વ્યક્તિને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી, જેના પરિણામે તે ઑવર ઈટીંગથી બચે છે. જેથી તેનું વજન પણ ઘટે છે.

મજબૂત હાડકા

દહીમાં કેલ્શિયમ અને વિટામિન D પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવે છે. દહી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે.

Paper Cups Side Effects: ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શું થાય?