આજના સમયમાં ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે.ટ્રાવેલથી લઈને ઘરના કોઈ ફંક્શનમાં મોટાભાગના લોકો ડિસ્પોઝેબલ કપ અને ગ્લાસનો ઉપયોગ કરતાં હોય છે. એવામાં આજે અમે આપને જણાવીશું કે, ડિસ્પોઝેબલ કપમાં ચા પીવાથી શું થાય? આ વિશે આપણને હેલ્થ એક્સપર્ટ ડૉ. તારિક આઝાદ વિગતવાર જાણકારી આપશે.
રોજિંદા કામમાં ઉપયોગમાં લેવામાં આવતા ડિસ્પોઝેબલ કપ બનાવવા માટે મેટ્રોસેમિન અને બિસ્કીનૉલ જેવા ખતરનાક અને જીવલેણ કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જેની આપણા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડી શકે છે.
ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ મોટાભાગના લોકો ગરમ ચા, કૉફી, સૂપ અને અન્ય ગરમ પીણા પીવા માટે કરતાં હોય છે. એવામાં જ્યારે તમે ગરમાગરણ પીણું ડિસ્પોઝેબલ કપમાં નાંખો છો, ત્યારે તેમાં રહેલ માઈક્રો પ્લાસ્ટિકના નાના-નાના કણ તમારી ચા સહિતના ગરમ પીણામાં ભળી જાય છે.
માઈક્રોપ્લાસ્ટિકના નાના કણ ચા થકી આપણા શરીરમાં પ્રવેશે છે. જે આપણાં શરીરના આંતરડા સહિત અન્ય જરૂરી અંગેમાં જમા થઈ જાય છે, જેના પરિણામે આપને સ્વાસ્થ્ય સબંધિત ગંભીર સમસ્યા થઈ શકે છે.
જો તમે પણ દરરોજ ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ કરતાં હોવ, તો તેની ખરાબ અસર તમારી કિડની પર પડી શકે છે. માઈક્રોપ્લાસ્ટિકના કણ તમારી કિડનીને ડેમેજ કરી શકે છે.
જો તમે પ્રેગ્નેન્સીના તબક્કામાંથી પસાર થઈ રહ્યા હોવ, તો તમારે ભૂલથી પણ ડિસ્પોઝેબલ કપનો ઉપયોગ ના કરવો જોઈએ. આમ કરવાથી માતા તેમજ ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
ડિસ્પોઝેબલ કપની જગ્યાએ હવે માર્કેટમાં પેપર કપ પણ આવી ચૂક્યા છે. એવામાં મોટાભાગના લોકો સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાથી બચવા માટે માર્કેટમાં મળતા પેપર કપનો ઉપયોગ કરવા લાગ્યા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, માર્કેટમાં મળતા પેપર કપ પણ એક પ્રકારના પ્લાસ્ટિકમાંથી જ બને છે. આ પેપર કપ પર હાઈડ્રોફોબિક ફિલ્મનું લેયર ચડાવવામાં આવે છે, જે શરીરમાં ટૉક્સિન્સ જમા કરે છે. આમ ડિસ્પોઝેબલ અને પેપર કપ બન્ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.