એવું માનવામાં આવે છે ભગવાનને શિવને જળ ચઢાવવાથી તેઓ જલદી પ્રસન્ન થઈ જાય છે, અને ભક્તોની બધી મનોકામનાઓ પૂરી થાય છે.
ભગવાનને જળ ચઢાવતી વખતે દિશાનુ જરુરથી ધ્યાન રાખવું જોઈએ, નહિંતર સંપૂૂર્ણ ફળ મળતું નથી.
શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાનને જળ અર્પણ કરતી વખતે ક્યારેપણ ઉત્તર પૂર્વ અને પશ્ચિમ તરફ મોં કરવું નહીં.
કહેવામાં આવે છે આ દિશામાં શિવની પીઠ, ખભો વગેરે હોય છે, માટે જળ ચઢાવવાનું સંપૂર્ણ ફળ નથી મળતું.
શાસ્ત્રો અનુસાર હંમેશા દક્ષિણ દિશા તરફ ઉભા રહીને શિવલિંગ પર જળ ચઢાવુ જોઈએ.
દક્ષિણ દિશામાં ઊભા રહીને એવી રીતે જળ ચઢાવો કે તે ઉત્તર દિશામાં પડે. આનાથી ભોલેનાથ જલદી પ્રસન્ન થાય છે.
ભગવાન શિવને જળ ઝડપથી નહીં પરંતુ ધીરે-ધીરે ચઢાવું જોઈએ, આનાથી શિવજી અતિ પ્રસન્ન થાય છે.
શિવલિંગ પર ચઢાવ્યા પછી પૂરી પરિક્રમાં કરવી નહીં, કારણ કે અર્પિત જળ ઉપરથી ચાલીને ન જવાય.
શિવલિંગ પર જળ ચઢાવતી વખતે સ્ટીલની જગ્યાએ તાંબા કે પીત્તળના લોટાનો ઉપયોગ કરવો જોઈએ.
જો તમે દુધથી શિવલિંગનો અભિષેક કરવા માંગતા હોવ તો તાંબાના લોટાનો ઉપયોગ ના કરવો.