ભારતમા આવેલા આ છે ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગ


By Smith Taral22, Feb 2024 12:25 PMgujaratijagran.com

સોમનાથ જ્યોતિર્લિંગ ગુજરાત

સોમનાથ જ્યોતિર્લિંગને ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે આને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. અહીં દેવતાઓ દ્વારા બનાવવામાં આવેલ એક પવિત્ર તળાવ પણ છે, જેને સોમકુંડ કહેવામાં આવે છે.

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશ

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા નદીના કિનારે શ્રીશૈલ નામના પર્વત પર આવેલું છે.

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશ

મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે. આ એકમાત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે.

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ

શિવનું આ પવિત્ર સ્થાન મધ્ય પ્રદેશના માલવમાં આવેલું છે. ઈન્દોર શહેરની પહાડીની આસપાસ નર્મદા નદી વહે વહે છે અને વહેતી નદીને કારણે અહીં ઓમનો આકાર બને છે.

કેદારનાથ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડ

ઓ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં હિમાલયમાં કેદાર નામના શિખર પર આવેલું છે. કેદારનાથ દરીયાની સપાટીથી 3584 મીટરની ઉંચાઈ પર આવેલું છે

ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર

ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સહ્યાદ્રી નામના પર્વત પર આવેલું છે.

બાબા વિશ્વનાથ જ્યોતિર્લિંગ ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશની ધાર્મિક રાજધાની ગણાતા વારાણસી શહેરમાં બાબા વિશ્વનાથનું આ જ્યોતિર્લિંગ આવેલું છે.

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર

ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું છે, જ્યાં બ્રહ્મગિરિ નામનો પર્વત પણ છે.

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડ

વૈદ્યનાથ જ્યોતિર્લિંગ ઝારખંડના સંથાલ પરગણામાં જસીડીહ રેલ્વે સ્ટેશનની નજીક આવેલું છે.

નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાત

નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના બરોડા પ્રદેશમાં ગોમતી દ્વારકાની નજીક આવેલું છે. પુરાણોમાં ભગવાન શિવને સાપના દેવતા તરીકે વર્ણવવામાં આવ્યા હતા.

રામેશ્વરમ જ્યોતિર્લિંગ તમિલનાડુ

ભગવાન શિવનું આ અગિયારમું જ્યોતિર્લિંગ તમિલનાડુમાં રામનાથમાં આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ જ્યોતિર્લિંગની સ્થાપના સ્વયં ભગવાન શ્રી રામે કરી હતી.

ગ્રીષ્નેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર

ગ્રીષ્નેશ્વર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના સંભાજીનગર નજીક દૌલતાબાદ પાસે આવેલું છે. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાં આ છેલ્લું જ્યોતિર્લિંગ છે.

આ છે ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિરો