આ છે ગુજરાતના પ્રખ્યાત 8 શિવ મંદિરો


By Smith Taral20, Feb 2024 01:31 PMgujaratijagran.com

ભારતમાં ભગવાન શિવની અનેક સ્વરૂપોમાં પૂજા થાય છે, ગુજરાતમાં પણ ભગવાન શિવના અનેક મંદિરો છે. ચાલો ગુજરાતના આ ટોચના 8 શિવ મંદિરો વિશે જાણીએ, જેની મુલાકાત તમારે જરુરથી લેવી જોઈએ.

સોમનાથ મંદિર વેરાવળ

સોમનાથ મહાદેવ મંદિર સૌથી પવિત્ર શિવ મંદિરોમાંનું એક છે. આ મંદિર અરબી સમુદ્રના કીનારે આવેલું છે, ત્ચા સુંદર બીચ પણ છે. આ અદ્ભુત મંદિરનો 15 થી વધુ વખત વિનાશ કરવામાં આવ્યો હતો.

ભડકેશ્વર મહાદેવ મંદિર દ્વારકા

આ મંદિર દ્વારકાની પશ્ચિમે અરબી સમુદ્ર પર એક ટેકરી પર આવેલું છે. મહા શિવરાત્રિ દરમિયાન, મંદિરની આસપાસ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેની તમારે ચોકક્સ મુલાકાત લેવી જોઈએ.

નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર દ્વારકા

નાગેશ્વરનો અર્થ થાય છે “સર્પોનો ભગવાન”, આ મંદિર ગોમતી અને દ્વારકાની વચ્ચે આવેલું છે. એવું માનવામાં આવે છે કે જે નાગેશ્વરની પૂજા કરે છે તેનું મન અને આત્મા શુધ્ધ બને છે.

ભવનાથ મહાદેવ મંદિર જૂનાગઢ

આ પ્રાચીન હિન્દુ મંદિર જૂનાગઢ નજીક ભવનાથ ગામમાં આવેલું છે. ભક્તો અહીંયા મહાશિવરાત્રી, ગિરનાર લીલી પરિક્રમા અને શ્રાવણ મહિનામાં મંદિરના દર્શન કરવા આવે છે.

કોટેશ્વર મંદિર કચ્છ

રાવણને તેના ધર્મનિષ્ઠાના ગુણ માટે ભગવાન શિવ તરફથી શિવલિંગનું વરદાન આપવામાં આવ્યું હતું. પરંતુ રાવણ, અહંકારમાં ઉતાવળમાં આવીને શિવલિંગનું કોટેશ્વરની ધરતી પર પાડી દે છે, અને ત્યાં કોટેશ્વર મંદિરનું નિર્માણ થયું. મુલાકાતીઓ મંદિરના દર્શન સિવાય બીચનો પણ આનંદ લઈ શકે છે.

ત્રિનેત્રેશ્વર મંદિર તરણેતર

ત્રિનેત્રેશ્વર મંદિર તેના રંગોના મેળા માટે પ્રખ્યાત છે. દર વર્ષે ભાદરવા સુદ પાંચમના દિવસે તરણેતર મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં 2 શિવલિંગ છે.

નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર

નિષ્કલંક મહાદેવ મંદિરને સમુદ્રની અંદરનું મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરની મુલાકાત અમાવસના દિવસે લેવી શુભ માનવામાં આવે છે.

ગલતેશ્વર મંદિર ડાકોર

ગલતેશ્વર મહાદેવ મંદિર ખેડા જિલ્લાના સરનાલ ગામ પાસે ગલતા અને મહી નદીઓના કિનારે આવેલું છે. આ મંદિરનું નામ ગલતા નદી પરથી પડ્યું છે. આ મંદિરની દિવાલો પર ભગવાન, ગંધર્વો, મનુષ્યો, ઋષિઓ, ઘોડેસવારો, હાથી સવારના ચિત્રો, કોતરવામાં આવ્યા છે જે જોવુ ઘણું આહ્લલાદાયક છે.

શુધ્ધ સોનુ અને ડાયમંડજડીત રામલલ્લાના વિશાળ મુકુટ અને તિલક વિશે જાણો