સ્પ્રાઉટ્સ ખાવાની સાચી રીત કઈ છે, જાણો એક્સપર્ટ પાસેથી


By Smith Taral12, Jun 2024 04:19 PMgujaratijagran.com

ફણગાવેલા મગને પ્રોટીનનો ખજાનો કહેવામાં આવે છે. સ્પ્રાઉટ્સ ખાવાથી તમારા શરીરને ભરપૂર એનર્જી મળે છે. ફીટનેસ ફ્રીક લોકો સવારે નાશ્તામાં સ્પ્રાઉટ્સ ખાવાનું પસંદ કરે છે. સ્પ્રાઉટ્સને લઈને ઘણા લોકો મુઝવણમાં હોય છે કે તેને કાચા ખાવા જોઈએ કે બાફીને, કેટલાક લોકો માને છે કે જો સ્પ્રાઉટ્સને કાચા ખાવામાં આવે તો તેનાથી પેટમાં કીડા પડી શકે છે, આવો જાણીએ એક્સપર્ટ પાસેથી

શું કહે છે ડાયેટિશિયન?

ડાયેટિશિયન પૂજા સિંઘ કહે છે કાચા સ્પ્રાઉટ્ને ખાવા માટે ફાયદાકારક જણાવે છે. આમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જ્યારે કેલરી ખૂબ ઓછી હોય છે. આ કારણે તે વજન ઘટાડવા માટે પણ બેસ્ટ ડાયેટ છે

બાફેલા સ્પ્રાઉટ્સ

બાફેલા સ્પ્રાઉટ્સ ખાવામાં એકદમ નરમ હોય છે અને તે પચવામાં પણ સરળ છે. જે લોકોના આંતરડા સંવેદનશીલ હોય છે તેમના માટે બાફેલી સ્પ્રાઉટ્સ ફાયદાકારક રહે છે.

પોષકતત્વો

સ્પ્રાઉટ્સમાં વિવિધ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરના સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે.

વજન ઘટાડવામાં ફાયદાકારક

કેલરી ઓછી હોવાની સાથે, સ્પ્રાઉટ્સમાં ફાઈબરની માત્રા પણ વધુ હોય છે, જેના કારણે તેનું સેવન વજન ઘટાડવામાં મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિ

સ્પ્રાઉટ્સ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર સ્વસ્થ રહે છે

શું ખાવું જોઈએ

જો તમને કાચા સ્પ્રાઉટ્સના સેવનથી ક્યારેય કોઈ સમસ્યા નથી થઈ, તો તમારે તેે ખાઈ શકો છો. જો આના સેવનથી તમને વારંવાર પેટની ચિંતા રહેતી હોય તો તેને હળવું રાંધીને ખાઈ શકો છો

મુલાયમ અને જાડા વાળ બનાવવા માટે આ હેર માસ્ક બનાવો