હિન્દુ ધર્મમાં મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીની પૂરા વિધિ-વિધાન સાથે પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ, ક્યા સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી દરેક સંકટ દૂર થશે
હનુમાન ચાલીસાનો પાઠ દરરોજ સાચા મને અને ભક્તિભાવ પૂર્વક કરી શકાય છે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી સુખ-શાંતિનો વાસ થાય છે.
હનુમાન ચાલીસાનો પાઠ મંગળવાર કે શનિવારે જ કરવો જોઈએ.આમ કરવાથી હનુમાનજી પોતાના ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે.
જો હનુમાન ચાલીસાનો પાઠ સાંજના સમયે કરો છો, તો હાથ અને પગ ધોઈને ચોખ્ખા વસ્ત્રો પહેરો. જે બાદ પાઠ કરવો જોઈએ.
હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા હનુમાનજી સમક્ષ દીવો પ્રગટાવવો જોઈએ અને ફૂલ ચડાવવા જોઈએ. આ સાથે જ પાઠ કરતી વખતે મનમાં કોઈના પ્રત્યે વેર, ઈર્ષ્યા કે ક્રોધ ના રાખવો જોઈએ.
એવું માનવામાં આવે છે કે, હનુમાના ચાલીસાનો પાઠ 100 વખત કરવો જોઈએ. જો આટલું કરવામાં સમર્થ ના હોવ, તો ઓછામાં ઓછા 7, 11 કે 21 પાઠ અચૂક કરવા જોઈએ.