ગરુડ પુરાણમાં મૃત્યુ બાદના જીવન, નર્ક અને યોનિઓ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જે 18 મહાપુરાણોમાં સામેલ છે. ગરુડ પુરાણ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનું મનાય છે.
આજે અમે આપને ગરુડ પુરાણ થકી જણાવીશું કે, મૃત વ્યક્તિની એવી કઈ-કઈ વસ્તુઓ છે, જેનો ભૂલથી પણ ઉપયોગ ના કરવો જોઈએ. તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ, જેથી તમને યોગ્ય અને સાચી જાણકારી મળી શકે...
જો તમે મૃત વ્યક્તિના દાગીનાનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોવ, તો તમારે સો વખત વિચાર કરવો જરૂરી છે.મૃત વ્યક્તિના દાગીના પહેરવાથી તમારા માઠા દિવસો શરૂ થઈ શકે છે.
જો કોઈ જાતક મૃત વ્યક્તિના જૂતા પહેરે છે, તો આવી વ્યક્તિને પિતૃ દોષની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આથી સારું રહેશે કે, તમે મૃત વ્યક્તિના પગરખા પહેરવાનું ટાળો.
મૃત વ્યક્તિની ઘડિયાળ પણ ક્યારેય ના પહેરવી જોઈએ. જો તમે પહેરશો, તો તમારા ઘરમાં નેગેટિવ એનરજી આવે છે. આથી તમારે આવી ઘડિયાળ પહેરવાથી બચવું જોઈએ.
મૃત વ્યક્તિના વસ્ત્રો પહેરવા અશુભ માનવામાં આવે છે. મૃત વ્યક્તિના વસ્ત્રોનો ઉપયોગ કરવાથી પરિવાર ઉપર આફત આવી શકે છે અને સભ્યોની આવક ઘટી શકે છે.
પિતૃઓની આવી વસ્તુઓનો ઉપયોગ કરવાની જગ્યાએ તમે તેમને પ્રસન્ન કરવા માટે દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવી શકો છો. આમ કરવાથી તમારા સારા દિવસો શરૂ થઈ જશે.
જો જાતક સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરે છે અને પછી પીપળના ઝાડને જળ અર્પણ કરતા પીપળાની પ્રદક્ષિણા કરે છે, તો આ ઉપાયથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.