મજબૂત વાળ માટે ચોખાના પાણીનો ઉપયોગ કરો


By Prince Solanki13, Dec 2023 12:17 PMgujaratijagran.com

ચોખાનુ પાણી

સામાન્ય રીતે લોકો ચોખાને પાણીમા ધોઈને ઢોળી દેતા હોય છે, પણ ચોખાનુ પાણી વાળના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. ચલો ચોખાના પાણીથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

એનર્જી બુસ્ટ કરે

ચોખાના પાણીમા રહેલા કાબ્રોહાઈડ્રેટ શરીરમા એનર્જીને બુસ્ટ કરે છે. આ સિવાય પણ તેના પાણીને પીવાથી થાકનો અનુભવ થતો નથી.

ડિહાઈડ્રેશનથી બચાવે

ચોખાના પાણીને પીવાથી શરીરમા ડિહાઈડ્રેશનથી બચી શકાય છે, સાથે આ શરીરને ફિટ પણ રાખે છે.

પાચન સંબઘિત સમસ્યાઓ

ડાયરિયા, કબજિયાત, ગેસ તથા અપચો રોકવા માટે તમે ચોખાના પાણીનુ સેવન કરી શકો છો, આ ઉપરાંત તે પાચન પ્રકિયાને મજબૂત હોય બને છે.

ચામડી માટે ફાયદાકારક

ચોખાના પાણીને ચામડી પર લગાવવાથી તે ફેસ વોશની જેમ જ કામ કરે છે. તેને દિવસમા 2 વાર લગાવવાથી ચહેરાની ચમકમા વધારો થાય છે.

વાળને મજબૂત કરે

ચોખાનુ પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ પાણીમા રહેલા વિટામિન એ, ડી અને સી વાળને મજબૂત બનાવે છે.

તણાવ દૂર કરે

ચોખાના પાણીને સ્નાન કરવાના પાણીમા ઉમેરીને સ્નાન કરવાથી થાક અને તણાવ દૂર થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

હાઈ બ્લડ પ્રેશર માત્ર 3 મિનિટમાં કેવી રીતે કંટ્રોલ કરવું