આજની વ્યસ્ત જીવનશૈલી અને તણાવપૂર્ણ જીવનના કારણે લોકો વારંવાર બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન થવા લાગે છે. હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. પરંતુ તમે આહારની મદદથી તેને સામાન્ય બનાવી શકો છો. કેટલાક ડ્રિંક્સ આમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ.
સવારે ખાલી પેટ નાળિયેર પાણી પીવાથી બીપીને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ સાથે તમારા આહારમાં પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.
બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં સરઘવો ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી હાઈ બીપીના લક્ષણોમાં ઘટાડો થાય છે.
બીપીને કંટ્રોલ કરવા માટે લેમન ટીનું સેવન કરી શકાય છે. તે શરીરમાંથી વધારાનું સોડિયમ દૂર કરવામાં મદદ કરે છે.
દરરોજ દાડમનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી કરી શકાય છે. હાઈ બીપીના દર્દીઓ માટે આ જ્યુસ ખૂબ જ સારો માનવામાં આવે છે.
ડાયાબિટીસ ઉપરાંત મેથીનું પાણી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. તેને ખાલી પેટ પીવાથી ફાયદો થઈ શકે છે.
ચિયા બીજનો ઉપયોગ સામાન્ય રીતે વજન ઘટાડવા માટે થાય છે. આ ઉપરાંત તે બ્લડ પ્રેશરમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
હિબિસ્કસના ફૂલો હાઈ બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તેના સૂકા ફૂલને પાણીમાં ઉકાળીને પીવું ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને ઓછી કરવા માટે આ ડ્રિંક્સનું સેવન કરી શકાય છે, સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.