ચોખાના લોટથી ફટાફટ બનાવો ટેસ્ટી પરાઠા, નોંધ કરી લો રેસિપી


By Sanket M Parekh29, Nov 2023 03:59 PMgujaratijagran.com

સામગ્રી

⫵ ચોખાનો લોટ- 1 કપ ⫵ પાણી- 2 કપ ⫵ આદુ-લસણની પેસ્ટ- 1 ચમચી ⫵ લાલ મરચું- 1 ચમચી ⫵ કોથમીર- 1-2 ચમચી ⫵ તેલ અથવા ઘી- 2-3 ચમચી ⫵ મીઠું- સ્વાદ અનુસાર ⫵ કસ્તુરી મેથી- 1-2 ચમચી

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પૈનમાં પાણી ગરમ કરો અને એક બાઉલમાં ચોખાનો લોટ નીકાળો.

સ્ટેપ-2

જ્યારે પાણી ગરમ થઈ જાય, ત્યારે તેમાં ચિલી ફ્લેક્સ, મીઠું, કોથમીર, આદુ-લસણની પેસ્ટ અને તેલ અથવા ઘી નાંખો.

સ્ટેપ-3

હવે પાણીના આ મિશ્રણમાં ચોખાનો લોટ નાંખો અને મિક્સ કરતા 1-2 મિનિટ શેકો. જે બાદ ઠંડુ પડવા માટે છોડી દો.

સ્ટેપ-4

જ્યારે તે સામાન્ય ઠંડુ થઈ જાય, ત્યારે તેમાં સૂકો લોટ મિક્સ કરીને લોટની જેમ ગુંથી લો.

સ્ટેપ-5

હવે તવાને ગરમ કરો અને તેના પર તેલ અથવા ઘી લગાવીને તેને રોટલીને જેમ બનાવીને શેકી લો.

સર્વ કરો

ચોખાનો લાટના પરાઠા બનીને તૈયાર છે. હવે તમે તેને ગરમાગરમ બટાકાની ગ્રેવી વાળા શાક સાથે સર્વ કરી શકો છો.

વિન્ટર આચાર રેસીપી : શિયાળામાં ટેસ્ટી અથાણું ઘરે કેવી રીતે બનાવવું