દ્વારકા મંદિરની નજીક આ ટોપ 7 રેસ્ટોરન્ટ્સમાં તમે ભોજનનો આનંદ માણી શકો


By Smith Taral07, Jun 2024 11:29 AMgujaratijagran.com

શ્રીનાથ ડાઇનિંગ હોલ

શ્રીનાથ ડાઇનિંગ હોલ એ દ્વારકાનું સૌથી ફેમસ રેસ્ટોરન્ટ છે, અહીં લોકો ભોજન કરવા માટે લાંબા સમય સુધી વેઈટીગમાં પણ બેસવા તૈયાર હોય છે. અહીંની સ્વાદીષ્ટ ગુજરાતી થાળી તમે ટ્રાય કરી શકો છો જે તમને અફોર્ડેબલ પ્રાઈઝમાં પણ મળી રહેશે. આ મંદિરથી માત્ર 400 મીટરના અંતરે છે

કામત રેસ્ટોરન્ટ

કામત રેસ્ટોરન્ટમાં તમને સાઉથ ઈન્ડીય, ચાઈનીઝ અને મિસળ પાવ સહિતના અનેક ઓપ્શન મળી રહેશે. કામત રેસ્ટોરન્ટ શ્રી દ્વારકાધીશ મંદિરથી 15 મિનિટની વોકીંગ પર છે

પુરુષોત્તમ પરાઠા હાઉસ

જો તમે બેસ્ટ પંજાબી ફ્લેવરની ડીશ અને સ્વાદિષ્ટ પરાઠાનો સ્વાદ માણવા માંગતા હો તો પુરુષોત્તમ પરાઠા હાઉસ તમને નાખૂશ નહીં કરે. અહીં તમને ટેસ્ટી ફૂડ સાથે આરામદાયક બેઠક વ્યવસ્થા પણ મળી રહેશે આ રેસ્ટોરન્ટ શ્રી દ્વારકાધીશ મંદિરથી લગભગ 8-મિનિટના વોકીંગ ડીસ્ટન્સ પર છે

અતિથિ રેસ્ટોરન્ટ

અતિથિ તેના સ્ટાફ અને સુંદર સ્વાગત માટે જાણીતું છે. આ રેસ્ટોરન્ટનું વાતાવરણ ભવ્ય છે અને ઈન્ટીરીયર પણ ઘણું સુંદર છે. આ રેસ્ટોરન્ટ શ્રી દ્વારકાધીશ મંદિરથી લગભગ 100-મીટર વોકીંગ ડીસ્ટન્સ પર છે.

સુદામાં રેસ્ટોરન્ટ

જો તમે ગુજરાતી ડીશ ખાવા ઈચ્છતા હોવ તો સુદામા રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓથી ભરપૂર મેનુ તમને ખૂશ કરી દેશે. સુદામા રેસ્ટોરન્ટ શ્રી દ્વારકાધીશ મંદિરથી માત્ર 1 મિનિટના અંતરે છે.

સુદામાં રેસ્ટોરસન્ટ

જો તમે ગુજરાતી ડીશ ખાવા ઈચ્છતા હોવ તો સુદામા રેસ્ટોરન્ટનું સ્વાદિષ્ટ ગુજરાતી વાનગીઓથી ભરપૂર મેનુ તમને ખૂશ કરી દેશે. સુદામા રેસ્ટોરન્ટ શ્રી દ્વારકાધીશ મંદિરથી માત્ર 1 મિનિટના અંતરે છે.

કાન્ત ડાઇનિંગ હોલ અને રેસ્ટોરન્ટ

જો તમે પંજાબી ફૂડ ખાવાના શોખીન હોવ પરંતુ તમારા પરિવારને ગુજરાતી ખાવાની ઈચ્છા હોય તો કાન્ત ડાઇનિંગ હોલ અને રેસ્ટોરન્ટ તમારી માટે બેસ્ટ ઓપ્શન રહેશે. એટલુંજ નહીં આ ઘણું પોકેટ ફ્રેન્ડલી પણ છે શ્રી દ્વારકાધીશ મંદિરથી આ રેસ્ટોરન્ટ 500 મીટર દૂર છે.

પરિવાર રેસ્ટોરન્ટ

આ રેસ્ટોરન્ટ સ્વાદિષ્ટ ભોજન સાથે સાથે તેના એસ્થેટીક ઈન્ટીરીયર માટે પણ ફેમસ છે. અહીં તમે તમારા ફ્રેન્ડસ ફેમીલી સાથે જઈ શકો છો અને સુંદર ફોટોઝ પણ કલીક કરી શકો છો. આ મંદિરથી માત્ર 75 મીટર દૂર છે.

ચોમાસામાં તમારા વાળની આ રીતે કરો કાળજી, વાળ ખરશે નહીં.