ચોમાસામાં તમારા વાળની આ રીતે કરો કાળજી, વાળ ખરશે નહીં.


By Smith Taral06, Jun 2024 06:14 PMgujaratijagran.com

બદલાતી ઋતુમાં વાળને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકોને ડેન્ડ્રફ અને સ્કૅલ્પ ઇન્ફેક્શનથી પણ પરેશાન થવુ પડે છે. જો કે, યોગ્ય કાળજી રાખીને તમે ચોમાસામાં તમારા વાળને સ્વસ્થ રાખી શકો છો. ચાલો જાણીએ ચોમાસામાં વાળની ​​સંભાળ કેવી રીતે રાખવી.

તમારા વાળ સાફ રાખો

દિવસ દરમિયાન કામમાં વ્યસ્ત રહેવાથી, ઘરની બહાક નીકળતા ધુળ રજકોણોને લીધે વાળમાં ગંદકી થાય છે. આ સિવાય પરસેવો અને વધુ તેલના લીધે પણ વાળ ખરાબ થાય છે. માટે સમયસર વાળ સાફ કરવા પણ જરૂરી છે આ માટે હળવા શેમ્પુનો ઉપયોગ કરો

વાળને કન્ડિશનર કરો

શેમ્પૂ કર્યા પછી સારા કન્ડિશનરનો ઉપયોગ કરો જેથી કરીને તમારા વાળ મોઈશ્ચરાઈઝ રહે અને કોઈ ફિઝ ન થાય.

હેવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળો

ચોમાસા દરમિયાન, જેલ, ક્રીમ અથવા સીરમ જેવા હેવી પ્રોડક્ટનો ઉપયોગ બને તેટલો ઓછો કરો, તમારા વાળનું વજન ઓછું કરી શકે છે

પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો

ભીના વાળ તૂટવાની સંભાવના વધુ હોય છે, તેથી વાળને ઓળવા માટે પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો. ભીના વાળમા બ્રશનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેનાથી વાળ ખરી શકે છે.

પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો

ભીના વાળ તૂટવાની સંભાવના વધુ હોય છે, તેથી વાળને ઓળવા માટે પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો. ભીના વાળમા બ્રશનો ઉપયોગ કરશો નહીં કારણ કે તેનાથી વાળ ખરી શકે છે.

તમારા વાળને વરસાદના પાણીથી બચાવો

વરસાદમાં બહાર જવાનુ બને તેવી સ્થિતીમાં વાળને સ્કાર્ફ, ટોપી કે છત્રીથી ઢાંકવાનો પ્રયાસ કરો. વરસાદનું પાણી વાળને ફ્રીઝી બનાવી શકે છે.

વધારાની હોટ સ્ટાઇલ ટાળો

બ્લો ડ્રાયર, સ્ટ્રેટનર્સ અને કર્લિંગ આયર્ન જેવા હોટ સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ ઓછો કરો. ગરમી તમારા વાળને વધારે નુકસાન કરે છે

સંતુલિત આહાર લો

તંદુરસ્ત વાળ માટે સારું પોષણ જરૂરી છે. ફળો, શાકભાજી, આખા અનાજ, ઓછી ચરબીવાળા પ્રોટીન જેવા ખોરાકનું સેવન કરો અને પૂરતા પ્રમાણમાં પાણી પીઓ

તેલ મસાજ

નિયમિત તેલ મસાજ તમારા વાળને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે. ગરમ તેલ (નારિયેળ, બદામ અથવા ઓલિવ તેલ) વડે તમારા માથાની મસાજ કરો અને શેમ્પૂ કરતા પહેલા તેને થોડા કલાકો અથવા આખી રાત રહેવા દો.

આ સ્વાદિષ્ટ ગુજરાતી નાશ્તા ટ્રાય નથી કર્યા, તો આજે જ કરો