ગુજરાત તેના વિવધ પ્રકારના સ્વાદિષ્ટ નાશ્તા માટે જાણીતું છે. ગુજરાતીઓને ફાફડા જલેબી અને થેપલા ખાવાનો અનેરો શોખ હોય છે. જો તમે આ પણ ગુજરાતી નાશ્તો ટ્રાય કરવા માંગતા હોવ તો આ નાશ્તા જરુરથી ટ્રાય કરજો
ગુજરાતીઓને ફાફડાનું નામ સાંભળતાં જ મોંમાં પાણી આવી જાય છે એમાં પણ જલેબી સાથે તે વધારે સ્વાદીષ્ટ લાગે છે. ચણાના લોટમાંથી બનાવામાં આવતા ફાફડાને મીઠી કઢી સાથે ખાવામાં આવે છે
ખાંડવી બાળકોને ખૂબ જ પસંદ હોય છે તે સોફ્ટ અને સ્વાદ માં સહેજ ગળ્યું લાગે છે અને તેને સરળતાથી ખાઈ શકાય છે. ખાંડવી પચવામા પણ હળવો નાશ્તો છે, જેને તમે સવારના કે સાંજના નાશ્તામાં ખાઈ શકો છો
ગુજરાતી નાસ્તામાં ઢોકળા ખૂબ જ લોકપ્રિય છે. દરેક ગુજરાતીને ઢોકળા ખૂબ જ ભાવે છે, આને લંચ ડિનર માં પણ સાથે ખાઈ શકે છે.
થેપલા પણ ગુજરાતી નાસ્તામાં અત્યંત સ્વાદિષ્ટ નાસ્તો છે. દહીં, અથાણાં, ચટણી અને ચા સાથે થેપલા અદ્ભુત લાગે છે.
થેપલા પણ ગુજરાતી નાસ્તામાં અત્યંત સ્વાદિષ્ટ નાસ્તો છે. દહીં, અથાણાં, ચટણી અને ચા સાથે થેપલા અદ્ભુત લાગે છે.
સેવ ખમણી એક પોપ્યુલર ગુજરાતી સ્ટ્રીટ ફુડ છે આમાં ખમણને ક્રશ કરી તેને તેની ઉપર ચટણી, સેવ અને દાડમ નાખીને ખાઈ શકાય છે.
આ વાનગી લિપ-સ્મેકીંગ અને હેલ્ધી છે. તેમાં ગાજર, વટાણા, બટાકા, ડુંગળી, કોબી જેવા વિવિધ શાકભાજી હોય છે. આ સવારમાં નાસ્તામાં ખાવા માટે ઘણું હેલ્ધિ છે.