સ્ત્રીઓમાં જ્યારે વિટામિન B12ની ઉણપ સર્જાય છે ત્યારે ઘણા પ્રકારના લક્ષણો જોવા મળે છે. જ્યારે તમારા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં B12 ન હોય ત્યારે તમારા શરીરમાં વિટામીનની ઉણપ દેખાય છે. આવો જાણીએ વિટામિન B12ની ઉણપના શારીરિક લક્ષણો વિશે
B12ની ઉણપ શરીરમાં આયર્નની ઉણપ કરી શકે છે, જેનાથી અનેમીયા થવાની શક્યતા રહી શકે છે. આ સિવાય ઓછો રેડ બ્લડ સેલ્સ અને બિલીરૂબિના વધુ પ્રમાણના લીધે ત્વચા સફેદ અને આંખો પીળી દેખાય છે.
B12 ની ઉણપમાં માથાનો દુખાવો, સામાન્ય રીતે નોંધાયેલા લક્ષણોમાંનું એક છે. માઈગ્રેનથી પીડિત લોકોમાં મુખ્યત્વે B12 ની કમી હોય છે
શરીરમાં B12નું નીચું સ્તર ડિપ્રેશનનાનું જોખમ ઊભુ કરી શકે છે. આના લીધે સલ્ફરયુક્ત એમિનો એસિડના સ્તર વધે છે જે શરીરમાં ઓક્સિડેટીવ તણાવ વધારે છે
જ્યારે તમારા શરીરમાં B12નું પ્રમાણ ઓછું હોય છે ત્યાર થાક વધુ લાગે છે. આ શરીરમાં રક્ત કોશિકાઓના ઉત્પાદનને ઘટાડીને શરીરના સ્વાસ્થ્યને જોખમમાં મુકી શકે છે
વિટામીન B12નું નીચું સ્તર એ શરીરમાં ઉબકા, કબજિયાત, પેટનું ફૂલવું, ગેસ અને ઝાડા વગેરે જેવી પેટ સંબધિત સમસ્યાઓ વધારી શકે છે
જે લોકોમાં B12 ઓછું હોય છે તેઓ કાર્યોમાં એકાગ્રતા નથી લાવી શકાતા, જે દિવસ દરમિયાન ઘણી તકલીફ ઊભી કરી શકે છે
મોઢામાં સોજો આવવો, જીભ લાલ થવી એ શરીરમાં B12 ની ઉણપના ચિહ્નનો છે.