વજન ઓછુ કરવા માટે લોકો ઘણી મહેનત કરતા હોય છે, જો તમે પણ વજન ઓછુ કરવા માટે ડાયેટીંગ કરી રહ્યા હોય તો આ 5 હરબલ ટીને તેમા સમાવેશ કરો. ચાલો જાણીએ હર્બલ ટી બનાવવાની રીત વિશે
હળદરની ચા મેટાબોલિઝમ અને પાચન માટે ઘણી ફાયદાકારક છે. આ સિવાય હળદરની ચા પીવાથી ચરબી બર્ન કરી શકાય છે. આ ચા બનાવવા માટે એક વાસણમાં એક ગ્લાસ પાણી નાખો. તેમાં થોડી કાચી હળદર અને થોડું વાટેલું આદુ ઉમેરો તેને થોડી વાર ઉકાળો.
તુલસીની ચા શરીરને ડીટોક્સીફાય કરવામાં મદદ કરે છે. આ ચા પીવાથી મેટાબોલિઝમ પણ સુધરે છે. તમે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને તેમાં અડધી ચમચી મધ ઉમેરીને પી શકો છો.
વજન ઘટાડવા અને પેટની ચરબી ઘટાડવા માટે અજમાની ચા પણ તમને મદદ કરી શકે છે. આ ચા બનાવવા માટે અડધા આદુને પીસીને પાણીમાં ઉકાળો પછી તેમા એક ચમચી અજમો બી મિક્સ કરો. પાણી ઉકળી જાય પછી તેને ગાળીને તેમાં અડધું લીંબુ નીચોવી લો.
ગ્રીન ટી પણ વજન ઘટાડવા માટે તમારા ડાયેટમાં મહત્વનો ભાગ ભજવે છે. ગ્રીન ટી બેગને ગરમ પાણીમાં થોડો સમય પલાળીને તમે ગ્રીન ટી પી શકો છો. આ શરીરને ડીટોક્સીફાય કરવામાં પણ મદદ કરે છે દરરોજ 2 કપ ગ્રીન ટી પી શકાય છે.

બ્લેક ટી દૂધ વગર બનાવવામાં આવે છે, આ પીવાથી તમે વધારાની ચરબી બર્ન કરી શકો. ગ્રીન ટીમા કેલરી ઓછી હોવાથી તે વજન ઘટાડવા માટે બેસ્ટ ઓપ્શન છે