વઘારેલા ભાત તો તમે ખાધા જ હશે પરંતુ તમે સાંભાર રાઇસ નહીં ટ્રાય કર્યા હોય, નોંધી લો યુનિક રેસીપી.
ચોખા, તુવેર દાળ, પાણી, ખાટી આંબલી, ઘી, જીરું, મીઠો લીમડો, આખા સૂકા લાલ મરચાં, લસણ, લીલા મરચા, તમાલપત્ર, ગાજર, ડુંગળી, મગફળી, મીઠું, હળદર, ટમેટાં, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, સાંભાર મસાલો, રાઈ, હિંગ, તેલ.
સૌ પ્રથમ એક બાઉલમાં ચોખા અને તુવેરની દાળ ધોઈને પલાળી દો.
હવે એક વાટકીમાં ખાટી આંબલી પલાળીને પલ્પ બનાવી લો.
હવે એક પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું, મીઠો લીમડો, આખા સૂકા લાલ મરચાં, લસણ, લીલા મરચા, તમાલપત્ર ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં ગાજર, ડુંગળી, મગફળીના દાણા, મીઠું, હળદર, ટમેટાં , લાલ મરચું પાઉડર,ધાણાજીરું, સાંભાર મસાલો નાખીને મિક્સ કરી લો.
હવે તેમાં પલાળેલા દાળ ચોખા અને થોડું પાણી નાખીને 2 - 3 સીટી વાગે ત્યાં સુધી પકાવી લો.
હવે તેમાં આંબલીનો પલ્પ અને રાઈ-જીરું અને હિંગનો વઘાર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
તૈયાર છે સાંભાર મસાલા રાઈસ, તમે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.