ભેળસેળયુક્ત મસાલાઓની આ રીતે કરો ઓળખ


By Nileshkumar Zinzuwadiya04, Oct 2024 04:43 PMgujaratijagran.com

આદુનુ પેસ્ટ

આદુ પાઉડરની પોતાની અલગ સુગંધ હોય છે. તેને થોડા પ્રમાણમાં ચાખવાથી તીખાપણાનો અહેસાસ થાય છે તો તે ભેળસેળનો સંકેત છે.

લાલ મરચા પાઉડર

લાલ મરચા પાઉડરની શુદ્ધતાની તપાસ માટે તમારે એક ચમચી લાલ મર્ચાને એક ગ્લાસ પાણીમાં નાંખવું. મરચું પાણી પર તરવા લાગે તો સમજવું કે તે અસલી છે.

હળદર

હળદરની શુદ્ધતાની ઓળખ કરવા માટે તેને પાણીમાં મિશ્રિત કરવી. જો તે કલર છોડવા લાગે તો સમજવું કે તે બિલકુલ શુદ્ધ છે.

ધાણા

થોડા પ્રમાણમાં ધાણાને સૂંઘીને જોઈ શકાય છે. જો તેમાં ધાણાની સુગંધ ન આવતી હોય તો સમજી જવું કે તમારા મસાલામાં ભેળસેળ છે.

સેંધા નમક

સેંધા નમકમાં લીંબુના કેટલાક ટીપા મિશ્રિત કરો અને થોડા સમય માટે તેને એમ જ છોડી દો. ભેળસેળ હોય તો તેનો રંગ બદલાઈ જશે.

Suki Bhaji: નવરાત્રીમાં વ્રત માટે બટાકાની સૂકી ભાજીની રેસીપી