26 જાન્યુઆરી એ શુક્રવાર આવે છે અને ત્યારપછી વિકએન્ડ , જે મળીને ત્રણ દિવસની રજાનો તમે આનંદ માણી શકો છો. તમે 1 દિવસની વધારે રજા લઈને એક નાની ટ્રીપ પણ પ્લાન કરી શકો છો. ચાલો તો જાણીએ આ રજાના દિવસોમાં તમે કઈ જગ્યાની ટ્રીપ કરી શકો છો.
જો તમે 4 દિવસોની રજામા 1-2 દિવસ ટ્રાવેલીંગ માનીને ચાલો તો તમારી પાસે 2 દિવસ બચે છે ફરવા માટે, આ દરમિયાન તમે તમારી આસપાસની સુંદર જ્ગયા પર ફરવા જઈ શકો છો.
જો તમે ધાર્મીક સ્થળો પર જવા માંગતા હોવ તો તમે ગુજરાતમાં સોમનાથ મંદિર, અક્ષરધામ, ધ્વરાકાધીશ મંદિરના દર્શન કરવા જઈ શકો છો. આ સિવાય જો તમારી પાસે વધુ સમય હોય તો મથુરા, વૃદાવન, કેદારનાથ થી લઈને બદ્રીનાથના પ્રાચીન મંદિરની મુલાકાત લઈ શકો છો.
જો તમે ફલાઈટથી મુસાફરી કરવાના હોવ તો તમે કશમીર જવાનો પ્લાન બનાવી શકો છો. આ સમયે બર્ફીલા પહાડ, બરફથી ઢંકાેયેલા દેવદારના વૃક્ષો આકર્ષક લાગી શકે છે.
જો તમને બીચ અને અને મુંબઈની નાઈટ લાઈફ એન્જોય કરવા માંગતા હોવ તો તમે મુંબઈની મુલાકાત લઈ શકો છો. તે સિવાય તાજેતરમા બનેલો 21 કીમી લાંબો હાઈવે અટલ બ્રીજ પર ડ્રાઈવની મજા માણી શકો છો.
આ રીતે 26 જાન્યુઆરી મળતી રજાનો તમે સદઉપયોગ કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરવાનું ના ભુલતા.