ડ્રાય ફ્રુટના લાડુ શિયાળામા ઘણા લાભદાયક માનવામાં આવે છે. આ ખાવાથી શરીરમાં પુરતી ગરમી મળી રહે છે, અને સાથે ઊર્જાનો પણ સંચાર થાય છે. આ લાડુ ખાવાથી ભરપુર માત્રામાં તાકાત મળે છે. તો ચાલો જાણીએ આની રેસિપી.
બદામ 1 કપ, કાજુ - 1 કપ, પિસ્તા - અડધો કપ, એલચી પાવડર - અડધી ચમચી, કિસમિસ - અડધો કપ અંજીર-5-6, ખજુર - 1 કપ, દેશી ઘી - 1-2 ચમચી, સીડ્સ - અડધો કપ, નારિયેળના છીણ- અડધો કપ
ડ્રાય ફ્રુટ્સના લાડુ બનાવવા માટે પહેલા કાજુ, બદામ અને પિસ્તાને નાના ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં બીજ ઉમેરો અને તળી લો. પછી એ જ પેનમાં કાજુ, બદામ અને પિસ્તા નાખીને તળી લો.
હવે ખજૂરમાંથી દાણા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો અને અંજીરના ટુકડા નાખો. પછી તેને ગ્રાઇન્ડ કરી લો
હવે એક કડાઈમાં ઘી ગરમ કરી, આ પેસ્ટને થોડી વાર શેકી લો. પછી તેમાં બધા શેકેલા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી, ઉપર એલચી પાવડર નાખીને મિક્સ કરી લો
હવે તમારા હાથ પર ઘી લગાવો અને આ મીક્સરમાંથી લાડુ બનાવી લો. આ લાડુ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે.
તમે આ ડ્રાય ફ્રુટ્સના લાડુ પણ બનાવી શકો છો. રેસીપી ગમે તો શેર કરજો. આવી બીજી રેસિપી જાણવા વાંચતા રહો ગુજરાતી જાગરણ.