Turmeric Stains: કપડામાંથી હળદરના ડાઘ દૂર કરવાની યુનિક ટિપ્સ


By Vanraj Dabhi28, Oct 2024 10:25 AMgujaratijagran.com

કપડામાં હળદરના ડાઘ

ઘણી વાર આપડે એક સાથે અન્ય કામ કરતા હોવાથી કપડા પર ડાઘ પડી જતા હોય છે, આ ડાઘને થોડી મિનિટોમાં દૂર કરવા માટે આ સરળ ટિપ્સ અપનાવો.

વિનેગરથી કરો સાફ

હળદરના ડાઘ લાગ્યા બાદ ધોવાથી લાલ રંગ થઈ જાય છે. આ ડાઘ દૂર કરવા માટે તમે સફેદ સિરકાનો પ્રયોગ કરી શકો છે. આ માટે કપડામાં સર્ફમાં પલાડવા દરમિયાન તેમાં એક ચમચી વિનેગર નાંખી દો. થોડી વાર પલળ્યા હાદ આ ડાઘ હલકો થઈ જશે અને પછી સરળતાથી દૂર થઈ જશે.

ગરમ પાણીથી સાફ કરો

જો કપડા સફેદ છે, તો તેના પર હળદરનો ડાઘ વધારે લાગે છે. એવામાં કપડાને ગરમ પાણીમાં પલાળી દો અને પછી તેને સાફ કરો.

બ્લીચ યૂઝ કરો

હળદરનો ડાઘ છોડાવવા માટે બ્લીચનો પ્રયોગ કરી શકો છો. આ માટે કપડાને ધોતા પહેલા અડધા કલાક માટે થોડા ટપકા બ્લિચના નાંખીને તેમાં પલાળી દો. જે બાદ નોર્મલ વૉશિંગ કરી લો. જેથી હળદરના ડાઘ સરળતાથી દૂર થઈ જશે.

ટૂથપેસ્ટથી સાફ કરો

કપડા પર લાગેલા હળદરના ડાઘને સાફ કરવા માટે ટૂથપેસ્ટને બેકિંગ સોડા સાથે મિક્સ કરી લો. હવે તેને ડાઘ વાળી જગ્યાએ સારી રીતે લગાવી દો. થોડા સમય બાદ સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો. આવું કરવાથી ડાઘા દૂર થઈ જશે.

લીંબુના રસથી સાફ કરો

કપડા પર ડાઘ લાગ્યો હોય, તે ભાગ પર લીંબુનો રસ લગાવીને થોડી વાર માટે છોડી દો. જે બાદ ડિટરજન્ટથી નોર્મલ પાણીથી ધોઈને સૂકવી દો. આવું કરવાથી કપડાના ડાઘા દૂર થઈ જશે.

હાઈડ્રોજન પેરોક્સાઈડથી સાફ કરો

હળદરના ડાઘ હટાવવા માટે હાઈડ્રોજન પેરોક્સાઈડ પણ બેસ્ટ હોય છે. જે તમને માર્કેટમાંથી મળી રહેશે. એક વાડકીમાં થોડું હાઈડ્રોજન પેરોક્સાઈડ લો અને તેમાં લીંબુનો રસ મિલાવી લો. આ મિશ્રણને ડાઘ વાળી જગ્યા પર લગાવીને ઘસો અને પછી પાણીથી કપડાને સાફ કરી લો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બજારમાં મળતું પનીર અસલી કે નકલી કેવી રીતે ઓળખવું? જાણો સરળ ટ્રીક એન્ડ ટ્રીપ્સ