જે ઈલેક્ટ્રોનિક આઈટમ ઉપયોગમાં ન લેવાતી હોય તેને હોળી પહેલા ઘરની બહાર કરી દેવી સારી રહેશે.
ખંડિત મૂર્તિઓને ઘરમાં રાખવી અશુભ કહેવાય છે. હોળી તો ઠીક છે પણ આ મૂર્તિઓ કદી ઘરમાં રાખવી નહીં તેમને કોઈ નદીમાં પધરાવી દેવી જોઇએ.
જે ઘડિયાળ લાંબા સમય સુધી બંધ છે, જેનો કોઈ વપરાશ નથી તો તેને હોળી પહેલા ઘરની બહાર કરી દો.
ફાટેલા જૂતાં-ચપ્પલ ઘરમાં રાખવા પણ અશુભ માનવામાં આવે છે, હોળી પહેલા તેમને ઘરની બહાર કરી દેવાં કાંતો કોઈ ગરીબને દાન કરી દેવાં.
ઘરમાં ક્યાય પણ તૂટેલો કાચ હોય તો તે અશુભ ગણવામાં આવે છે. તેને હોળી પહેલા તાત્કાલિક હટાવી દેવાં જોઈએ. એક સામાન્ય ક્રેક પણ તૂટેલા કાચમાં ગણાય છે.