ઘઉંમાંથી ધનેરા-જીવાતોને દૂર રાખવા આ ઘરેલુ ઉપાયને અજમાવો


By Nileshkumar Zinzuwadiya22, Sep 2024 07:32 PMgujaratijagran.com

લીંમડાના પાંદડા

ઘઉંને લાંબા સમય સુધી સંગ્રહિત રાખવા માટે તેમાં લીંમડાના પાંદડાની ડાળખી રાખી શકાય છે તેની ગંધન લીધે ધનેરા-જીવાત દૂર રહે છે.

કપૂરની ગોળી

ઘઉંને સ્ટોર કરતી વખતે તેમાં કપૂરના ટૂકડા મુકી શકાય છે. આમ કરવાથી ઘઉં જલ્દીથી ખરાબ થશે નહીં અને ધનેરા ચડશે નહીં

લવિંગ પણ રાખી શકાય

લવિંગની ગંધ પણ ખૂબ જ તેજ હોય છે. તે ધનેરા-જીવાતને ઘઉંથી દૂર રાખવામાં મદદરૂપ બની શકે છે. આમ કરવાથી ઘઉં ખરાબ થતા નથી.

પુદીનાના પાંદડા

ઘઉંમાં ધનેરા-જીવાત દૂર રાખવા માટે પુદીનાના પાંદડા પણ કામ આવી શકે છે. તે પણ એક સરળ અને અસરકારક ઈલાજ છે.

કિડની સફાઈ કરવા માટે સ્વસ્થ અને આરોગ્યપ્રદ ખોરાકનું સેવન કરો