જો તમે તમારા શરીરને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારી કિડનીનું ધ્યાન રાખો. નિષ્ણાતો કિડનીને ડિટોક્સિફાય કરવા માટે અમુક ખોરાક ખાવાની ભલામણ કરે છે.
રોજ 1 સફરજન ખાવાથી કિડની સાફ થાય છે. એટલું જ નહીં તે કિડનીને નુકસાન થવાનું જોખમ પણ ઘટાડે છે.
એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ગ્રીન ટીનું સેવન કિડનીને ડિટોક્સીફાઈ કરે છે. તેથી દૂધ વાળી ચાને બદલે હર્બલ ગ્રીન ટી પીવો.
કિડનીની સફાઈ કરાવા માટે તમે કાકડીનું સેવન કરી શકો છો. કારણ કે કાકડીમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે કિડનીમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.
શરીરમાં પાણીની ઉણપથી કિડનીના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી પાણી શરીર અને કિડનીને સ્વસ્થ રાખે છે.
ગાજરમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે, જે કિડનીને ડિટોક્સ કરવા ઉપરાંત શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે.
લસણમાં રહેલા બળતરા વિરોધી ગુણો કિડની માટે ફાયદાકારક સાબિત થાય છે. તેથી કિડની સફાઈ કરવા માટે લસણનું સેવન કરો.
આદુ કિડનીને સાફ કરવામાં પણ મદદ કરે છે. તમે ઈચ્છો તો આદુને ચામાં ઉમેરીને પણ પી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.