શાસ્ત્રો મુજબ અશોકનું ઝાડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઝાડ ઘરની શોભા વધારે છે.
વાસ્તુ મુજબ જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે તો તેને દૂર કરવા માટે આસોપાલવનું ઝાડ લગાવવું જોઈએ.
દેવી-દેવતાઓને આસોપાલવના પાનનું તોરણ અર્પણ કરવાથી મનોકામના પૂરી થાય છે. દેવી-દેવતા આ પાનથી ખૂબ જ પ્રસન્ન થાય છે.
જો લગ્નમાં મોડું થતું હોય તો આસોપાલવના પાનને પાણીમાં મિક્ષ કરી દરરોજ સ્નાન કરવું. આ પાનથી નહ્યા પછી પીપળાને ઝાડ પાસે મૂકી દેવાં.
જો ઘરમાં દરરોજ ક્લેશ થાય તો પતિ-પત્નીએ દરરોજ આસોપાલવના ઝાડને જળ અર્પણ કરવું.
વૈવાહિક જીવનમાં જો તણાવ થતો હોય તો ભગવાનને આસોપાલવ ઉપરાંત 7 પાના રાખવા અને સૂકાઈ ગયા પછી આ પાનને હટાવીને નવા રાખવાં.