પૌરાણિક માન્યતા મુજબ મંગળવારના દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે પવન પુત્ર હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે.
ધાર્મિક માન્યતા ચે કે, મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવાથી દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી શનિની બાધા દૂર થાય છે.
આર્થિક તંગીથી છૂટવા મંગળવારના દિવસે હનુમાનજી મંદિરમાં જઈને ચમેલીના તેલનો દીવો પ્રગટાવવો અને સિંદૂરનો લેપ કરવો.
જો તમારા ધાર્યા કામ ના થતાં હોય તો મંગળવારના દિવસે પૂજા ઘરમાં હનુમાન યંત્રની સ્થાપના કરવી.
હનુમાનજીને લાલ રંગ અતિપ્રિય છે. અંતઃ મંગળવારના દિવસે હનુમાનજીને લાલ રંગની ફૂલોની માળા અર્પણ કરવી. લાલ ગુલાબ પણ અર્પણ કરવું.
મંગળવાર સાંજે દેશી ઘીનો દીવો પ્રગટાવી બજરંગ બાણ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આ ઉપાય કરવાથી સમસ્ત દુખનો નાશ થાય છે.