રસોડામાં નાના-નાના વંદાઓથી પરેશાન થઈ ગયા હોવ, તો મસાલામાં ઉપયોગમાં લેવાતા તમાલપત્રનો ઉપયોગ કરી શકો છો. જેની તીવ્ર ગંધ કૉકરૉચનો સફાયો કરી શકે છે.
રસોડામાં જ્યાં-જ્યાં પણ કૉકરોચ વધારે આવતા હોય, ત્યાં તમાલપત્રના નાના-નાના ટૂકડા કરીને રાખી દો. આમ કરવાથી કૉકરોચની સાથે-સાથે કીડીઓ પણ દૂર ભાગવા લાગે છે.
આ માટે તમારે લાલ મરચું, લસણ અને કારેલાની છાલની જરૂર પડશે. સૌ પ્રથમ 1 લીટર પાણીમાં કારેલાની છાલ નાંખીને ઉકાળો.
જ્યારે પાણીનો રંગ બદલાઈ જાય, તો તેમાં લાલ મરચું અને 3-4 લસણની કળીઓ નાંખો. જે બાદ ગેસ બંધ કરી દો અને કોઈ કૉટનના કપડાની મદદથી નાની-નાનીઓ ગોળીઓ બનાવી લો.
આ ગોળીઓ બની ગયા બાદ તેને તૈયાર કરેલા કારેલાના પાણીના મિશ્રણમાં ડુબાડ્યા બાદ કૉકરોચ વાળી જગ્યાએ પર રાખી દો. આ એકમાત્ર ઉપાયથી રસોડામાંથી તમામ વંદાઓ દૂર ભાગવા લાગશે.
વ્હાઈટ વિનેગારની વાસ તીવ્ર હોય છે, જે તમારા કિચનમાંથી નાના-નાના કીડા અને કૉકરોચ દૂર રાખી શકે છે. જેનો ઉપયોગ કરવા માટે એક સ્વચ્છ કપડાની મદદ લો.
વ્હાઈટ વિનેગરને સ્વચ્છ કપડા પર નાંખો. જે બાદ આ કપડાથી રસોડામાં રહેલી તિરાડો અને ખુણે-ખુણાને લૂછી લો. આમ કરવાથી કૉકરોચ ગાયબ થઈ જશે.