સરકારે 16 જાન્યુઆરી 2025ના રોજ આ કમિશનની રચનાને મંજૂરી આપી છે. હવે મહત્વનો પ્રશ્ન એ છે કે નવું લઘુત્તમ વેતન શું હશે, કેટલો વધારો થશે અને ક્યારથી લાગુ થશે
ફિટમેન્ટ ફેક્ટર એ એક મહત્વપૂર્ણ ગણતરી છે જેનો ઉપયોગ સરકારી કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનમાં સુધારો કરવા માટે થાય છે. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હોઈ શકે છે.
7મા પગાર પંચે ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કર્યો હતો, જેના કારણે લઘુત્તમ વેતન રૂપિયા 7,000થી વધારીને રૂપિયા 18,000 કરવામાં આવ્યું હતું.
જો 8મા પગાર પંચમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે તો લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 46,260 રૂપિયા પ્રતિ માસ થશે. લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 23,130 રૂપિયા થશે.
જો 8મા પગાર પંચમાં 1.92 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય છે તો લઘુત્તમ વેતન રૂપિયા 18,000થી વધીને રૂપિયા 34,560 થશે. જ્યારે લઘુત્તમ પેન્શન 9,000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થશે.
એકવાર 8માં પગારપંચની રચના થયા પછી ભલામણોને અમલમાં મૂકવામાં લગભગ 1 વર્ષનો સમય લાગી શકે છે. એટલે કે 2026 માં નવું પગારપંચ લાગુ થઈ શકે છે.