ડેમેજ વાળને સુધારવાના અસરકારક ઉપાય


By Hariom Sharma16, Jun 2023 05:37 PMgujaratijagran.com

પોષકતત્ત્વોની ઉણપ અથવા સારી રીતે કેર ન કરવા પર વાળ ડેમેજ થવા લાગે છે. ડેમેજ વાળને ઠીક કરવા માટે આ સરળ ટીપ્સ ફોલો કરો.

ઓઇલિંગ

નારિયળ તેલ, ઓલીવ ઓઇલ, લીમડાનું તેલ અથવા બદામ તેલનો નવશેકુ ગરમ કરીને વાળમાં લગાવીને માલીશ કરો. આનાથી વાળને પોષણ અને નમી મળશે.

શેમ્પૂ અને કન્ડિશનર

વાળ ડેમજ થવા પર સારા શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરવો જોઇએ. ખોટા પ્રોડક્ટ અથવા કેમિકલથી ભરપૂર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાથી વાળની સ્થિતિ વધારે ખરાબ થઇ શકે છે.

હેલ્ધી ડાયેટ

સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવો પણ વાળ માટે જરૂરી છે. જરૂરી માત્રામાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ઓમેગા-3 ફેટી એસિડનું સેવન કરો.

હેર માસ્ક

ઘર પર બનાવેલું નેચરલ હેર માસ્ક તમારા વાળ માટે ફાયદાકારક છે. આ માટે દિવેલનું તેલ, દહીં, મધ અને આમળાનું માસ્ક બનાવીને વાળમાં લગાવો. 30 મિનિટ પછી વાળને ધોઇ લો.

ગરમ પાણી

વાળને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ ના કરવો. તમારા વાળ વધુ ડેમેજ થઇ શકે છે. આ માટે નોર્મલ વોટર અથવા નવશેકા પાણીથી હેર વોશ કરવા જોઇએ.

હીટ સ્ટાઇલિંગ

જો તમારા વાળ ડેમેજ થઇ ચૂક્યા છે તોહીટ સ્ટાઇલિંગ કરવાથી બચવું જોઇએ. વાળમાં હીટ સ્ટાઇલિંગ કરવાથી વાળની સ્થિતિ વધુ ખરાબ થવા લાગે છે. અઠવાડિયામાં 1-2 વાર જ હીટ સ્ટાઇલિંગ કરવું જોઇએ.

શાહી પનીર કોરમાની સરળ રેસિપી