ઘણીવાર ખાવાની ખોટી આદતોના કારણે પેટમાં એસિડિટી થવાની બીમારી સામાન્ય બની ગઈ છે. આ બીમારી ધીમે-ધીમે પેટથી છાતી સુધી પહોચવા લાગે છે. પેટમાં એસિડ રિફ્લક્સને કારણે થતી બળતરાને ઓછી કરવા માટે તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો, ચાલો જાણીએ.
પેટમાં બળતરાથી રાહત મેળવવા માટે જમ્યા પહેલા 30 મિનિટ અગાઉ આનું સેવન કરવાથી પેટમાં એસિડનું પ્રમાણ વધીને ખોરાકને ઝડપથી પચવામાં મદદ મળે છે. તેનાથી બળતરાની સમસ્યામાંથી રાહત મળી શકે છે.
લીંબુમાં અલ્સર વિરોધી ગુણ હોય છે જે પેટમાં એસિડિટીને શાંત કરવામાં મદદ કરે છે. તમે દરરોજ તેનું સેવન કરી શકો છો.
એલોવેરા જેલમાં એન્થ્રાક્વિનોન નામનું સંયોજન જોવા મળે છે જેમાં લેક્સેટિવ હોય છે. તે પેટની એસિડિટીને શાંત કરવામાં મદદ કરે છે.
પેટ અને છાતીની એસિડિટી માટે પણ ઠંડા દૂધનો ઘરેલુ ઉપચાર તરીકે ઉપયોગ કરી શકાય છે. ઠંડા દૂધમાં એન્ટાસિડ ગુણધર્મો હોય છે, જે સૌથી ખરાબ બળતરાને પણ શાંત કરે છે.
તુલસીના પાન પેટની બળતરામાં રાહત આપે છે. આવી સ્થિતિમાં તમે તુલસીના પાન વાળી ચા અથવા તુલસીના પાનનું પાણી પણ પી શકો છો.
કેળાનું સેવન કરવાથી પેટની એસિડિટીમાં પણ રાહત મળે છે. કેળા ખાવામાં ઠંડા હોય છે. તેનું સેવન કરવાથી તમે ઘણી રાહત અનુભવશો.
પેટની એસિડિટીને દૂર કરવા માટે વરિયાળીનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેની તાસિર ઠંડકવાળી છે તેથી તમે તેનું પાણી પી શકો છો.
પેટની બળતરાને દૂર કરવા માટે તમે આ વસ્તુઓ પણ ખાઈ શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.