આ રીતે હળદરનું સેવન કરો, ઈમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે સાથે ઘણી બીમારીઓમાં રાહત આપ


By Vanraj Dabhi22, Oct 2023 11:53 AMgujaratijagran.com

હળદરનું સેવન

હળદરનો ઉપયોગ માત્ર ખાવાની વસ્તુઓમાં જ નહીં પરંતુ દવાઓ બનાવવામાં પણ થાય છે. હળદરમાં એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ તકે જો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો તમે આ 5 રીતે હળદરનું સેવન કરો, ચાલો જાણીએ.

હળદર વાળી ચા

તમે પાણીમાં આદુ, કાળા મરી અને એક ચપટી હળદર નાખીને ઉકાળો અને તેમાં મધ મિક્સ કરીને ચાની જેમ પીવો.

હળદર વાળું દૂધ

હળદરમાં રહેલ એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ ચેપ સામે રક્ષણ આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા હળદર વાળું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે.

હળદર અને તુલસીનો ઉકાળો

તુલસીના પાન, આદુનો ટુકડો અને હળદરને પાણીમાં મિક્સ કરીને ઉકાળીને તેનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

લીંબુ

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. લીંબુ અને હળદરને પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

હળદર અજમાનું ઠંડુ ડ્રિંક્સ

આ ડ્રિંક્સ પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. આ પ્રવાહી પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

બરફ નાખેલ હળદર વાળું દૂધ

એક ગ્લાસ દૂધમાં એક ચપટી હળદર નાખીને તેને ઉકાળો અને પછી તેને ઠંડુ કરો અને તેમાં બરફના ટુકડા ઉમેરો. આને પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

નારંગી હળદર સ્મૂધી

નારંગીમાંથી બીજ કાઢીને પાણીમાં નારંગી અને હળદર નાખો. તેને બ્લેન્ડરમાં પીસીને સ્મૂધી બનાવીને પી લો. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

વાંચતા રહો

તમે આ રીતે હળદરનું સેવન કરીને તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત કરી શકો છો, આવા અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

માથાના દુખાવા માટે આ એક જ પાન રામબાણ ઈલાજ છે, આ રીતે સેવન કરો