વ્યસ્ત જીવનશૈલીમાં માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા એ એકદમ સામાન્ય બની ગયું છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે ખૂબ પીડાદાયક બની જાય છે. તમે આ એક જ પાનની મદદથી ઘરે બેસીને તેનો ઈલાજ કરી શકો છો. ચાલો જાણીએ.
જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીના એક સંશોધન મુજબ, સાઇટ્રસ મેડિકા એટલે કે લીંબુના પાનનો રસ પીવાથી માઇગ્રેનથી ઝડપથી રાહત મળે છે.
લીંબુના પાન વડે પણ માઈગ્રેનની સારવાર કરી શકાય છે. આ ખાસ ઉપચારની મદદથી તમે ઘરે બેઠા જ થોડીવારમાં માઈગ્રેનના દર્દથી રાહત મેળવી શકો છો.
લીંબુના પાનમાં કોપર, પોટેશિયમ, આયર્ન, વિટામિન એ, સી, કેલ્શિયમ, પ્રોબાયોટિક બેક્ટેરિયા અને એન્ઝાઇમ્સ સહિત અન્ય ઘણા પોષક તત્વો હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
જો તમે ઈચ્છો તો લીંબુના પાન વાળી ચા બનાવીને પી શકો છો. આનાથી માઈગ્રેનથી પણ રાહત મળે છે. આ ઉપાયથી તમને ઘણી રાહત મળી શકે છે.
આ માટે લીંબુના થોડાક પાનને સારી રીતે વાટી અને તેનો રસ સૂંઘો. તેને સુંઘવાથી માઈગ્રેનમાં પણ રાહત મળે છે.
માત્ર લીંબુના પાનને સૂંઘવાથી તમે તણાવની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો. તેના પાંદડાની સારી સુગંધ મનને શાંત રાખે છે.
ઊંઘની સમસ્યા દૂર કરવામાં લીંબુના પાન અસરકારક સાબિત થઈ શકે છે. તેનાથી બનેલા તેલનો ઉપયોગ કરીને તમે અનિદ્રાથી રાહત મેળવી શકો છો.
આ એક પાનનું સેવન કરવાથી પણ તમે માથાના દુઃખાવાથી રાહત મેળવી શકો છો, આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.