પ્લાસ્ટિક રૅપમાં બંધ ફૂડ ખાવાથી થાય છે આ રોગ


By Sanket M Parekh21, Oct 2023 04:42 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

પ્લાસ્ટિક રૅપમાં ફૂડ પેક કરવાથી તેમાં રહેલા કેમિકલ્સ ફૂડના સંપર્કમાં આવી જાય છે. આવા ફૂડનું સેવન કરવાથી અનેક ગંભીર રોગ તઈ શકે છે. જેના વિશે વિગતવાર જાણીએ એક્સપર્ટ ડૉ સમીર પાસેથી

કેન્સર

ગરમ ફૂડને પ્લાસ્ટિકમાં રૅપ કરવું ખૂબ જ ખતરનાક હોય છે. પ્લાસ્ટિકમાં બિસ્ફેનૉલ-એ અને PVCનું મિશ્રણ હોય છે. જે શરીરમાં હાનિકારક કેમિકલ્સને વધારે છે. જેનાથી કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

આંખની રોશની

ફૂડને પ્લાસ્ટિકમાં રેપ કરીને રાખવાથી બિસ્ફોનૉલ નામનું કેમિકલ્સ જેમાં ભળી જાય છે. આ કેમિકલ્સ આંખની રોશનીને નુક્સાન પહોંચાડે છે.

હોર્મોનલ ઈમ્બેલેન્સ

પ્લાસ્ટિક પેક ખાવાથી એન્ડોક્રિન ડિસ્ટ્રક્ટિંગ કેમિકલ જલ્દી ભળી જાય છે. જે હોર્મોનમાં અસંતુલન પેદા કરે છે. જેના કારણે નબળાઈ અનુભવાય છે.

ફૂડ પોઈઝનિંગ

પ્લાસ્ટિક રેપમાં બંધ ફૂડમાં બેક્ટેરિયા અને વાયરસ જલ્દી ભળી જાય છે. એવામાં આ ફૂડનું સેવન કરવા પર ફૂડ પોઈઝનિંગની સમસ્યા થઈ શકે છે.

નપુંસકતા

પ્લાસ્ટિકમાં બંધ ફૂડમાં ઈનફર્ટિલિટીનો ખતરો વધી જાય છે. એવામાં પ્લાસ્ટિંકમાં બંધ ફૂડને ગરમ કરીને ખાવાની ભૂલ ક્યારેય ના કરશો.

કાળા લીંબુની ચા પીવાથી શરીરને મળે છે ચમત્કારિક ફાયદા, જાણી લો તેને બનાવવાની રીત