કાળા લીંબુની ચા પીવાથી શરીરને મળે છે ચમત્કારિક ફાયદા, જાણી લો તેને બનાવવાની રીત


By Sanket M Parekh21, Oct 2023 04:35 PMgujaratijagran.com

એક્સપર્ટનો અભિપ્રાય

કાળા લીંબુ વાસ્તવમાં સૂકાયેલા લીંબુ જ હોય છે. લીંબુને ઉકાળ્યા બાદ તડકામાં સૂકવવાથી તેનો રંગ કાળો પડી જાય છે. જેની ચા પીવાથી શરીરને થનારા ફાયદા વિશે જાણીએ શિવાલી ગુપ્તા પાસેથી...

હાર્ટ માટે ફાયદેમંદ

કાળા લીંબુની ચા પીવાથી હાર્ટની માંસપેશીઓ મજબૂત બને છે. જેનું નિયમિત સેવન કરવાથી હાર્ટ સારી રીતે પંપ થાય છે. આ સાથે જ તે નસોમાં પ્લાક નથી બનવા દેતા.

વજન ઘટાડશે

કાળા લીંબુથી ડાઈઝેશન સિસ્ટમ બહેતર બને છે. જેનાથી પેટ સાથે સંકળાયેલી અન્ય સમસ્યા જેમ કે ગેસ, કબજિયાત, એસિડિટી થવાની સંભાવના ઘટી જાય છે. આ સાથે જ તે વજન પણ ઘટાડે છે.

વિટામિન-ડી

કાળા લીંબુમાં વિટામિન-ડી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે હાડકાને મજબૂત બનાવે છે. આ સાથે જ તેમાં કેલ્શિયમ અને પોટેશિયમનું પ્રમાણ પણ વધારે હોય છે.

શરીર ડિટૉક્સ કરે

કાળા લીંબુની ચા પીવાથી શરીરનું ટૉક્સિન બહાર નીકાળે છે. જેનાથી શરીર ડિટોક્સ થાય છે. જેનું સેવન કરવાથી શરીરમાં એનર્જીનું લેવલ વધે છે. આ સાથે તમને વધારે થાક નહીં લાગે.

કેવી રીતે બનાવશો

બે કાળા લીંબુની સાથે 4 કપ પાણી, 1 ચમચી મધ અને ફૂદીનાના પત્તા લો. હવે એક તપેલીમાં પાણીને ગરમ કર્યા બાદ તેમાં લીંબુ અને ફૂદીનાના પાન નાંખો. જે બાદ પાણી અડધુ થઈ જાય, ત્યારે તેને ગાળી લો. હવે તેમાં મધ મિક્સ કરીને પીવો.

આ રંગબેરંગી મીઠાઈથી ઘટાડો વજન, પેટની ફાંદ થઈ જશે ગાયબ