By Kishan Prajapati16, Jan 2023 11:01 PMgujaratijagran.com
રાતે એક કપ દૂધમાં એક ચમચી મધ નાંખી પીવું. દરરોજ મધ પીવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે અને પેટ સાફ થાય છે. મધનું સેવન કરવાથી બીમારીમાં ફાયદો થાય છે.
પપૈયામાં વિટામીન ડી ભરપૂર માત્રામાં હોય છે. ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે તે પેટ માટે પણ ફાયદાકારક છે. દરરોજ એકવાર પપૈયાનું સેવન કરવું જોઈએ તેનાથી કબજિયાતમાં ફાયદો થાય છે.
સૂકા અંજીરને રાતે પાણીમાં પલાળીને રાખવા અને સવારે ઉઠીને તેનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.
કિશમિશને પાણીમાં થોડિકવાર પલાળી રાખવા. આ પછી તેમાંથી પાણી કાઢીને ખાવાથી કબજિયાતની સમસ્યા થશે નહીં.
દરરોજ સવારે ઉઠીને નવશેકા પાણીમાં લિંબુનો રસ મિક્ષ કરીને પીવાથી કબજિયાત અને પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થાય છે.
આદુ શિયાળામાં શરદી, ઉધરસ જેવી સમસ્યા માટે રામબાણ છે અને તેના સેવનથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.