હમણા જ્યારે ગેસના ભાવમાં તોતીંગ વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય માણસ પરેશાન છે, માટે ગેસની બચત કરવી જરૂરી બની ગઈ છે.આજે અમે તમને જણાવીશું કે તમે તમારા રસોડામાં ગેસનો વપરાશ કેવી રીતે ઘટાડી શકો છો.
દાળ, ભાત અને શાકભાજી જેવી વસ્તુઓ રાંધવા માટે પ્રેશર કૂકરનો ઉપયોગ કરવાની ટેવ કેળવો. પ્રેશર કૂકર ખોરાકને બને છે અને ગેસનો વપરાશ ઓછો થાય છે
એકવાર ખોરાક બરાબર રંધાઈ જાય ત્યારે ગેસ ધીમો કરી લો તેનાથી ગેસની પણ બચત થાય છે.
રસોઈ કરતા પહેલા તમામ ઘટકોને કાપીને અને માપીને તૈયાર કરો. આ રસોઈનો સમય ઘટાડે છે.
જ્યારે પણ જમવાનું બનાવો ત્યારે ખોરાકને ઢાંકીને રાંધવુ જોઈએ, આમ કરવાથી ખોરાક જડપથી રંધાય છે ગેસની બચત થાય છે.
રાંધતા પહેલા શાકભાજીને સહેજ પલાળી દો. આના કારણે તેઓ ઝડપથી રાંધે છે અને ગેસની બચત થાય છે.