આ ટિપ્સથી કરો બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો


By Rakesh Shukla07, Jan 2023 10:00 PMgujaratijagran.com

જો તમારું બાળક ટીવી, મોબાઇલ પર વધારે સમય વિતાવે છે તો બાળકોનો સ્ક્રિન ટાઇમને અમુક ટિપ્સની મદદથી ઓછો કરી શકો છો. ચાલો જાણીએ આ ટિપ્સ અંગે.

જ્યારે પણ તમારો બાળક અમુક મિનિટ્સથી વધુ સમય માટે સ્ક્રિન જોઇ રહ્યો હોય. જેમકે, ઓનલાઇન ક્લાસિસ અથવા અન્ય કોઇ રીતે તો ફોનના બદલે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો. સ્ક્રિન જેટલી મોટી હશે તેટલો આંખો પર ઓછું દબાણ પડશે.&મોટી સ્ક્રિન પસંદ કરો

તમારે તમારા બાળકને જરૂરી કામ માટેજ ફોન આપવો જોઇએ. જેમકે, ભણવા માટે તમે ફોન આપી શકો છો પરંતુ વધુ પડતી ગેમ રમવા માટે ફોન કે લેપટોપનો ઉપયોગ બાળકને કરવા માટે ન આપો.જરૂરી કામ માટે ફોન આપો

પેરેન્ટ્સે બાળકોના સ્ક્રિન ટાઇમને ઘટાડવો જોઇએ. તેમને દરરોજ બે કલાક સુધીનોજ સમય આપવો જોઇએ. ટેક્નોલોજીના ઉપયોગને ઘટાડવા માટે રૂમમાં કોમ્પ્યુટર અથવા બીજી પ્રકારના ઉપકરણોનો બાળકોને ઓછા વાપરવા માટે આપો.&સ્ક્રિન ટાઇમ ઓછો કરો

જો તમારું બાળક દિવસમાં અનેક કલાકો સુધી સ્ક્રિનની સામે બેસે છે તો જરૂરી છેકે, તમે તેના પર વધુ ધ્યાન આપો. તેને અન્ય એક્ટિવિટી કરવા માટે કહો. તમે તમારા બાળકો સાથે પેઇન્ટિંગ, કલરિંગ અથવા અન્ય કોઇ ગેમ રમો. તેનાથી તેનો સ્ક્રિન ટાઇમ ઓછો થશે.&અલગ એક્ટિવિટી કરાવો

તમારા બાળકનો સ્ક્રિન ટાઇમ ઓછો કરતા પહેલા તમારે પોતે સ્ક્રિન ટાઇમ ઓછો કરવો પડશે. તેનાથી તમે તમારા બાળક માટે રોલ મોડલ બની શકો છો. તમારા કાર્ય અને વ્યવહારજ તેમને જીવનમાં હેલ્ધી એક્ટિવિટીને ફોલો કરવામાં મદદ કરશે.&રોલ મોડલ બનો

જમતી વખતે બાળકોને સ્ક્રિનથી દૂર રાખવું જોઇએ. કારણ કે સ્ક્રિનની સામે ખાવાનું ખાવાથી બાળકોમાં મોટાપો ઝડપથી વધે છે. તમારે કલાકો નિર્ધારિત કરવા જોઇએ, જેથી બાળક માત્ર ટાઇમ ટેબલ અનુસારજ સ્ક્રિન જોઇ શકે.&જમતી વખતે સ્ક્રિનથી દૂર રહો

ટીવી, વીડિયો ગેમ ને કોમ્પ્યુટરને બાળકોના રૂમના બદલે કોમન એરિયામાં લગાવો. તેનાથી બાળક શું જોવે છે અને રમે છે. તેની જાણકારી તમને મળતી રહેશે, સાથેજ સ્ક્રિન ટાઇમને પણ મોનિટર કરી શકશો. બેડરૂમને બનાવો સ્ક્રિન ફ્રી

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

'મિર્ઝાપુર' ફેમ Rasika Dugal સિમ્પલ દેશી લુકથી જીત્યા દિલ