ઉનાળામાં સ્વસ્થ અને ચમકદાર ત્વચા માટે લાલ રંગના ક્યાં ફળો ખાવા જોઈએ?, જાણી લો


By Vanraj Dabhi21, Mar 2024 12:17 PMgujaratijagran.com

લાલ રંગના ફળો

આપણે વડીલો અને ડોક્ટરો પાસેથી ફળો અને શાકભાજી ખાવા વિશે સાંભળ્યું હશે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આજે અમે તમને લાલ રંગના ફળો વિશે જણાવીશું.

લાલ સફરજન

લાલ સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ,ડાયેટરી ફાઈબર અને ફ્લેવોનોઈડ હોય છે,જે સ્વાસ્થ્યની સાથે ત્વચાને ચમકદાર બનાવે છે.

સ્ટ્રોબેરી

સ્ટ્રોબેરીમાં ફોલેટ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ વગેરે હોય છે, જે સ્વાસ્થ્યની સાથે તમારી ત્વચાને સ્વસ્થ અને કોમળ રાખવામાં અસરકારક છે.

તરબૂચ

તરબૂચમાં લાઇકોપીન નામનું તત્વ હોય છે,હૃદયની તંદુરસ્તી સુધારવાની સાથે ત્વચાને ચમકદાર અને મોઇશ્ચરાઇઝ્ડ પણ રાખે છે.

બીટ

એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર, પોટેશિયમ, વિટામિન સી, નાઈટ્રેટ અને ફોલેટથી ભરપૂર બીટ ખાવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે.

દાડમ

આયર્ન, વિટામિન્સ, મિનરલ્સ, ઝિંક, એન્ટિઓક્સિડન્ટ્સ વગેરેથી ભરપૂર દાડમનું સેવન કરવાથી ત્વચા ચમકદાર અને સ્વચ્છ રહે છે.

ગાજર

પોટેશિયમ, વિટામિન્સ, લાઈકોપીન, ઝિંક, કોપર વગેરેથી ભરપૂર ગાજર રોજ ખાવાથી ત્વચા સ્વચ્છ અને સુંદર બને છે.

અન્ય

આ સિવાય તમે ક્રેનબેરી,રાસબેરી,ચેરી વગેરે ખાવ, આનાથી તમારી ત્વચાની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહેશે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હિપ ચરબી ઘટાડવા માટે આ 5 સરળ કસરતો કરો