Red Chili Chutney: મોમાં પાણી આવી જશે તેવી લાલ મરચાની તીખી ચટણી


By Jivan Kapuriya24, Sep 2025 11:46 AMgujaratijagran.com

તીખી મીઠી ચટણી

ચટણી તો તમે ઘણી પ્રકારની ખાધી હશે, આજે અમે તમને લાલ મરચાની તીખી મીઠી ચટણી બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

લાલ મરચા, ગોળ, તેલ, મીઠું, મરચું પાઉડર, જીરું, રાઈના કુરીયા, આખા ધાણા, હિંગ,

સ્ટેપ-1

સૌ પ્રથમ લાલ મરચાને ઝીણા સમારી મિક્સર જારમાં નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે રાઈના કુરીયા, જીરું, આખા ધાણાને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-3

હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, મસાલા, લાલ મરચાની પેસ્ટ નાખીને સાંતળી લો.

સ્ટેપ-4

હવે તેમા લાલ મરચુ, મીઠું, હળદર, ગોળ ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને સર્વ કરો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Lauki Pakoda Recipe: દૂધીના ભજીયાની રેસિપી