ભજીયાની વિવિધ વેરાયટી તમે ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે તમને દૂધાના ભજીયાની યુનિક વાનગી જણાવીશું.
ચણાનો લોટ, ચોખાનો લોટ,દૂધી, બટાકા, આદુ, કોથમીર, લીલા મરચા, મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, જીરું, હિંગ,અજમો, તેલ.
સૌ પ્રથમ દૂધીની છાલ ઉતારીને એક બાઉલમાં ખમણી વડે છીણી લો.
હવે તેમાં આદુનું છીણ, કોથમરી, લીલા મરચાના ટુકડા અને જણાવેલ મસાલા ઉમેરો.
હવે તેમાં બેસન અને ચોખાનો લોટ ઉમેરીને બધી સામગ્રીને હાથ વડે મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ભજીયા મૂકીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે દૂધીના કુરકુરીયા ભજીયા, તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.