ઘણીવાર રાંધતી વખતે ભાત વધારે રંધાઈ જાય છે. આવી સ્થિતિમાં બચેલા ભાતનું શુ કરવું તે સમજાતું નથી.
આજે અમે તમને બચેલા ભાતમાંથી ઘણી શ્રેષ્ઠ વાનગીઓ બનાવવા વિશે જણાવવા જઈ રહ્યા છીએ,ચાલો જાણીએ.
બચેલા ભાતને ભાફેલા બટાકા સાથે મેશ કરી તેમાં લીલા મરચાં,કોથમીર,મીઠું,ગરમ મસાલો,થોડો સોજી નાખીને ટિક્કી બનાવીને તળી લો.
તમે બચેલા ભાતમાંથી સ્વાદિષ્ટ ખીર પણ બનાવી શકો છો. આ માટે દૂધ,ખાંડ અને કેટલાક ડ્રાયફ્રુટ્સની જરૂર પડશે.
બચેલા ભાતમાંથી તમે વઘારેલા ભાત બનાવી શકો છો.આ માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં ડુંગળી અને બીજા કેટલાક શાકબાજી નાખીને ફ્રાય કરી લો અને પછી તેમાં સોસ નાખીને પછી ભાત નાખીને વઘારી લો.
બચેલા ભાતમાં બાફેલા બટેટાને મેશ કરી તેમાં લીલા મરચાં,મસાલા,કોથમીર મિક્સ કરો અને તેને કટલેટ જેવો આકાર આપીને તેને તેલમાં તળી લો અને પછી તેને ગરમા ગરમ સર્વ કરો.
બચેલા ભાતમાંથી તમે જીર ભાત પણ બનાવી શકો છો.આ માટે તમારે એક કડાઈમાં ઘી ગરમ કરીને પછી તેમાં જીરું નાખી બચેલા ચોખા નાખીને હળવા વઘારી લો.
ભાતમાં મીઠું અને લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. હવે પુરીઓ બનાવવા માટે લોટ નાખો અને તેમાં ભાત ભરીને પુરીઓની જેમ તેલમાં તળી લો.
બચેલા ભાતમાંથી ઉપમા બનાવી શકો છો. તેને રવાના ઉપમાની જેમ બનાવો. તે બનાવવું ખૂબ જ સરળ છે.
ટામેટા રાઈસ બનાવવા માટે એક પેનમાં ઘી ગરમ કરો અને પછી તેમાં જીરું,ડુંગળી નાખીને ફ્રાય કરી લો પછી તેમાં ટામેટા અને મસાલો નાખીને પકાવી લો અને પછી તેમાં વધેલા ભાત નાખીને મિક્સ કરી લો.
લેમન રાઈસ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરો તેમાં દાળ,જીરું,લાલ મરચાનો તડકો લગાવો, પછી તેમાં મસાલો અને ભાત નાખીને ફ્રાય કરી લો અને તેમાં ઉપરથી લીંબુનો રસ નાખીને મિક્સ કરી લો.
વધેલા ભાતને સહેજ સૂકવી લો. પછી તેને પીસી લો અને તેમાં કેરમ સીડ્સ,મીઠું અને લાલ મરચું નાખીને નાના પાપડ બનાવો અને તેને પ્લાસ્ટિક પર મૂકીને સૂકવી લો.
બચેલા ભાતમાંથી તમે પુડલા બનાવી શકો છો. વધેલા ભાતમાં દહીં,લીલા મરચાં,મીઠું અને મસાલો મિક્સ કરીને બેટર બનાવો પછી તેને તવા પર પુડલા જેમ ફેલાવીને સેડવી લો, તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે, તેને તમે લીલી ચટણી સાથે ખાવ.
આ વાનગી મોટાભાગે છત્તીસગઢમાં ખાવામાં આવે છે. બચેલા ભાતને પીસીને ઈડલી જેવું બેટર બનાવવો,પછી તેને તેલ વડે તવા પર પકાવી લો.
હવે બચેલા ભાતને ફેંકી દેવાને બદલે તમે આ રીતે અલગ અલગ વાનગીઓ બનાવી શકો છો.રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.