કોબીજ અને બડાકાના પરાઠા તો બધાએ ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય દાળના પરાઠા ખાધા છે. જો નહીં તો ચાલો જાણીએ દાળ પરાઠા બનાવવાની પરફેક્ટ રેસીપી.
1 કપ ઘઉનો લોટ,2 ચમચી તેલ,1 ચમચી મીઠું, 1-2 કપ ચણાની દાળ,1-2 ચમચી જીરું,1-8 ચમચી હળદર,એક ચપટી હીંગ,1-2 ચમચી મરચું પાવડર,2 ચમચી તેલ,સ્વાદ મુજબ મીઠું,જરૂર મુજબ ઘી.
દાળને પાણીમાં નાખીને 1-2 કલાક પલાળી રાખો.
હવે લાટમાં પાી નાખીને પરફેક્ટ લોટ બાંધો અને તેને ઢાંકીને રાખો.
1-2 કલાક પછી દાળને પાણીમાંથી કાઢીને કૂકરમાં 3-4 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
ઠંડી થયા પછી દાળને પીસીને બાઉલમાં કાઢી લો. હવે એક પેન ગરમ કરો અને તેમાં તેલ નાખો.
તેલ ગરમ થાય પછી તેમાં જીરું અને હીંગ નાખીને તેને તળી લો.
જ્યારે તે તડતડ થવા લાગે ત્યારે તેમાં પીસેલી દાળ નાખો અને પછી મીઠું,હળદર અને મરચું નાખો.
દાળને ત્યાં સુધી પકાવો જ્યા સુધી તે સંપૂર્ણપણે સૂકાઈ ન જાય અને પછી તેને ઠંડુ થવા રાખો.
હવે લોટનો એક વોલ તૈયાર કરો અને તેમાં દાળમાંથી બનાવેલું સ્ટફિંગ ભરો અને તેને પરાઠાની જેમરોલ કરો.
એક પેન ગરમ કરો અને બધા પરાઠાને એક પછી એકને ઘી લગાવીને તળી લો.
દાળ પરાઠા તૈયાર છે,હવે તમે તેને દહીં, રાયતા અને ચટણી સાથે સર્વ કરી શકો છો.
આ દાળ પરાઠાને તમે નાસ્તામાં સર્વ કરી શકો છો અને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.
ચણાની દાળની જેમ તમે મગની દાળન પરાઠ પણ બનાવી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેક કરો અને આવી વધું રેસીપી માટે ગુજરાતી જીગરણ વાંચતા રહો.