ગાર્લિક પનીર ઘરે કેવી રીતે બનાવવું, આવો જાણીએ


By Jivan Kapuriya20, Aug 2023 11:48 AMgujaratijagran.com

જાણો

ગાર્લિક પનીર એક અદ્ભુત રેસીપી છે તમે તેને લંચ કે ડિનરમાં રોટલી કે પરાઠા સાથે ખાઈ શકો છો.આવો જાણીએ તેને ઘરે બનાવવાની સરળ રીત.

સામગ્રી

250 ગ્રામ પનીર,1 ડુંગળી સમારેલી,1 કેપ્સિકમ સમારેલ,3 થી 4 આખા લાલ મરચાં,1 ચમચી આદુની પેસ્ટ,7 થી 8 લસણની કળીની પેસ્ટ,1 ચમચી સોયા સોસ,1 ચમચી વિનેગર,1 ચમચી કોર્ન સ્ટાર્ચ,1 ચમચી ખાંડ,1-4 કાળા મરી પાવડર,1 ચમચી તેલ.

સ્ટેપ-1

સૌપ્રથમ આખા મરચાં અને લસણની કળીઓને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો.

સ્ટેપ-2

હવે ગેસ પર એક પેન મૂકો અને તેમાં તેલ નાખો.

સ્ટેપ-3

તેલ ગરમ થાય પછી તેમાં સમારેલ ડુંગળી અને આદુ નાખીને તળી લો.

સ્ટેપ-4

ડુંગળી થોડી ગોલ્ડ થાય એટલે તેમાં કેપ્સિકમ નાખીને હલકું પકાવી લો.

સ્ટેપ-5

હવે તમે આખા મરચાં અને લસણની પેસ્ટ નખીને થોડી વાર પકાવી લો.

સ્ટેપ-6

હવે તેમાં કાળા મરી પાઉડર,મીઠં અને સોયા સોસ નાખીને ચમચા વડે બરાબર મિક્સ કરો.

સ્ટેપ-7

થોડીવાર પછી તેમાં વિનેગર અને ખાંડ નાખીને મિક્સ કરો.

સ્ટેપ-8

ક્યુબ્સમાં કાપેલા પનીરના ટુકડા નાખો અને સારી રીતે મિક્સ કરો. તેને થાડીવાર ઢાંકી પકાવા દો.

સ્ટેપ-9

હવે એક બાઉલમાં કોર્ન સ્ટાર્ચ લો અને તેમાં પાણી નાખીને પાતળી સ્લરી બનાવો.

સ્ટેપ-10

હવે આ મકાઈના મિશ્રણને પનીરના મિશ્રણમાં નાખો અને થોડીવાર સારી રીતે મિકસ કરો.

સર્વ કરો

તમારું ગાર્લિક પનીર તૈયાર છે. તેને સર્વિગ બાઉલમાં કાઢીને ગરમાં ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પનીર બટર મસાલા બનાવવાની રીત, આ સરળ રેસીપી ઘરે અજમાવો