પનીર બટર મસાલા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ઢાબા સ્ટાઈલમાં પનીર બટર મસાલા ઘરે કેવી રીતે બનાવવા તે જાણો
લીલા મરચા-2 ,આલચી-2,1 ચમચી લાલ મરચું પાવડર,કાજુની પેસ્ટ-1 ચમચી,કસ્તુરી મેથી 1 ચમચી,પનીર 250 ગ્રામ,મલાઈ 1 ચમચી,ડુંગળી-2, ટમેટા-4,આદુનો ટુકડો,તેલ-2 ચમચી,તજ-1 લાગડી,મીઠું સ્વાદ મુજબ.
ટમેટા,ડુંગળી,આદુ અને લીલા મરચાને લાંબી સાઈઝમાં કાપી લો.
ગેસ પર એખ તપેલીમાં 1 કપ પાણી મૂકો અને ઉકળે ત્યાં સુધી ગરમ કરો.
આ પાણામાં ટામેટા,ડુંગળા,આદુ,લીલા મરચા,કાજુ,તજ અને એલચી નાખીને 5 મિનિટ રાખો.
ગેસ બેધ કરી દો અને થોડી વાર પંખા નીચે ઠંડુ થવા મૂકો.
પછી તેને મિક્સરમાં નાખીને પીસી લો અને સારી રીતે છીણી લો.
કડાઈને ગેસ પર મૂકી તેમાં તેલ નાખીને તેલ ગરમ કરો અને તેમાં પ્યુરી નાખો.
તેમાં કેપ્સીકમ મરચા પાવડર,મીઠું,કસ્તુરી મેથી અને મલાઈ નાખીને 2 મિનિટ સુધી પકાવો.
હવે તેમાં પનીર નાખીને 2 મિનિટ સુધી પકાવો.
સમારેલ કોથમીરને ગાર્નિશ કરીને સર્વ કરો.
પનીર બટર મસાલાને તમે રોટલી,નાન અને મિસ્સી રોટલી સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.