↠ મેંદો ↠ સોજી ↠ દહીનું મેળવણ ↠ ખાંડ ↠ મીઠું ↠ દેશી ઘી
સૌ પ્રથમ એક મોટી કથરોટમાં મેંદા અને સોજીને સારી રીતે મિક્સ કરો. જે બાદ તમામ સામગ્રીને સારી રીતે મિક્સ કરી દો.
જે બાદ વરિયાણી અને ઈલાયચીને પીસી નાંખો. આ મિશ્રણને પણ મેંદામાં મિક્સ કરીને સ્વાદનુસાર મીઠુ મિક્સ કરો.
એક વાસણમાં પાણી ગરમ કરી દો. જે બાદ તેમાં મીઠુ અને ખાંડ મિક્સ કરી દો. જે બાદ તેમાં દહી મિક્સ કરો.
હવે લોટને સારી રીતે ગુંથીને નરમ બનાવી દો. લોટ જેટલો નરમ હશે, રોટલી તેટલી જ સારી બનશે. જે બાદ લોટને થોડા સમય માટે ઢાંકીને રાખી દો.
હવે લોટના લોયા બનાવી દો અને પછી તેને તેલ લગાવીને વેલણની મદદથી વણી લો.
જે બાદ તેને તંદૂરમાં શેકાવા દો અને પછી ઘી નાંખીને ગરમા-ગરમ સર્વ કરો. જેને તમે કોઈ પણ શાક સાથે સર્વ કરી શકો છો.