Leftover Rice Idli: વધેલા ભાતની ઈડલી બનાવવાની રીત


By Vanraj Dabhi30, Aug 2024 10:47 AMgujaratijagran.com

ભાતની ઈડલી

નાસ્તામાં તમને ઈડલી ખાવી ગમતી હોય તો તમે બચેલા ભાતમાંથી ઘરે ઈડલી બનાવી શકો છો.

સામગ્રી

બચેલા ભાત,સોજી, દહીં, ખાવાનો સોડા, મીઠું.

સ્ટેપ-1

સૌ પ્રથમ રાંધેલા ચોખાને બ્લેન્ડરમાં નાખો અને જરૂર મુજબ પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.

સ્ટેપ-2

હવે એક પેનમાં સોજીને હળવું શેકી તેમાં દહીં અને થોડું મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-3

હવે એક મોટો બાઉલમાં ચોખાનું ખીરું લો. પછી તેમાં સોજીનું મિશ્રણ અને ખાવાનો સોડા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

સ્ટેપ-4

હવે ઇડલી સ્ટેન્ડને તેલ વડે ગ્રીસ કરો અને પછી આ બેટરને મીડીયમ ધીમી આંચ પર રેડી સ્ટીમ કરો.

સ્ટેપ-5

સોફ્ટ અને સ્પૉન્ગી ઇડલી તૈયાર છે. તમે તેને ચટણી અને સાંભાર સાથે ગરમા ગરમ સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Kantola Dungri Nu Shaak: ડુંગરી અને કંટોલાનું શાક બનાવવાની યુનિક રેસીપી