કંટોલાનું શાક માત્ર ચોમાસાની ઋતુમાં બનતું હોય છે, આજે અમે તમને ડુંગરી કંટોલાનું શાક બનાવવાની રીત જાણીશું.
કંટોલા, ડુંગરી, મીઠું, હળદર, ધાણાજીરું, લાલ મરચું પાઉડર, જીરું,તેલ,લસણ, પાણી.
સૌ પ્રથમ કંટોલાને ધોઈ ઝીણા સમારી લો અને ડુંગરીને પણ ઝીણી સમારી લો.
હવે એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,લસણ નાખીને સાંતળી લો.
હવે તેમાં ડુંગરી અને કંટોલા નાખીને સાંતળોને મિક્સ કરી લો.
હવે તેમાં હળદર, મીઠું, મરચું પાઉડર, ધાણાજીરું મિક્સ કરીને થોડીવાર પકાવો.
હવે તેમાં થોડું પાણી નાખીને મિક્સ કરી 5 મિનિટ સુધી સારી રીતે પકાવી લો.
તૈયાર છે ડુંગરી કંટોલાનું શાક, તમે ગરમા ગરમ સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.